• Home
  • Kutchh
  • Bhuj
  • પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગમાં સ્ટાફની નિમણુંકના આદેશ કરાયા

પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગમાં સ્ટાફની નિમણુંકના આદેશ કરાયા

પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગમાં સ્ટાફની નિમણુંકના આદેશ કરાયા

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST
વિપુલ માત્રામાં ખનીજ સંપદા ધરાવતા કચ્છમાં ખાણખનીજ વિભાગની કામગીરીનું ભારણ ઘટાડવા માટે રાજય સરકારે કચ્છમાં ખાણખનીજ વિભાગની કચેરીનું પૂર્વ અને પશ્ચિમ એમ 2 વિભાગમાં વિભાજન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે વહિવટી સંચાલનમાં સરળતા હેતુ પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગમાં સ્ટાફની નિમણુક કરવા માટે બદલીના ખાસ આદેશ જારી કરાયા છે.

રાજયના ઉધ્યોગ અને ભુસ્તર વિભાગે ખાણખનીજ વિભાગનું વિભાજન કરી પૂર્વ કચ્છની કચેરી અંજાર ખાતે સ્થાપીત કરવાનો નિર્ણય લીધો છે. અંજારની આ કચેરીમાં વર્ગ 3 અને વર્ગ 4ની કક્ષાના સ્ટાફની નિમણુક હેતુ બદલીના આદેશ જારી કરાયા હતા. આદેશ અંતર્ગત પશ્ચીમ કચ્છ ખાણખનીજ કચેરીમાં રોયલ્ટી ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતા જે.આર.પટેલ અને સર્વેયર તરીકે ફરજ બજાવતા જે.જે.પટેલને પૂર્વ ખાણખનીજ વિભાગની કચેરીનો વધારાનો હવાલો સોંપાયો છે.

તદુપરાંત નવી કચેરીમાં સિનીયર કલાર્ક તરીકે જે.બી.જાડેજા જયારે જુનિયર કલાર્ક તરીકે એન.એ.સોલંકી, કે.કે.મારડિયા અને એચ.એલ.પરમારને નિમણુક અપાઇ છે. જયારે ડ્રાઇવર તરીકે એચ.એસ.મહેશ્વરી અને પ્યુન તરીકે બી.કે.ગુંસાઇને નિયુકિત અપાઇ છે. તો રાજકોટની ખનીજ સંશોધન વિભાગની કચેરીમાં ફરજ બજાવતા સિનીયર કલાર્ક જે.સી.જાડેજાને નવો આદેશ ન થાય ત્યાં સુધી પૂર્વ કચ્છની ખાણખનીજ કચેરીમાં ફરજ બજાવવા હુકમ જારી કરાયો છે.

X
પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગમાં સ્ટાફની નિમણુંકના આદેશ કરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી