Divya Bhaskar

Home » Kutchh » Bhuj » કચ્છમાં 1450 લાખના વિવિધ વિકાસકામોનું આયોજન કરાશે

કચ્છમાં 1450 લાખના વિવિધ વિકાસકામોનું આયોજન કરાશે

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજનની બેઠક યોજાઇ

  • કચ્છમાં 1450 લાખના વિવિધ વિકાસકામોનું આયોજન કરાશે
    જિલ્લા આયોજન સમિતિની મળેલી બેઠકમાં કચ્છમાં આગામી વર્ષમાં 1450 લાખના વિવિધ વિકાસકામોનું આયોજન હાથ ધરાશે તેવી માહિતી પ્રભારીમંત્રીએ આપી હતી.

    જિલ્લાના પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં આગામી વર્ષ 2018-19 માટે કચ્છમાં આયોજનના 1110 લાખના કામો, બક્ષીપંચના ઉત્કર્ષ માટેની યોજના અંતર્ગત દસ તાલુકાના 50 લાખના કામો, પ્રોત્સાહક ગ્રાન્ટના 25 લાખના કામો મળી કુલ્લ 1450 લાખના કામોને મંજૂર કરવાનો નિર્ણય કરાયો હતો. પ્રભારીમંત્રીએ આંગણવાડીના તેમજ પ્રાથમિક શાળાના બાળકોને ચોમાસાં દરમિયાન કાદવમાંથી જવું ન પડે તેવા સરકારના આગ્રહ અનુસાર શાળા-આંગણવાડીના રસ્તાના કામોને પ્રાધાન્યતા આપવા જણાવ્યું હતું.

    બેઠકમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિલ્લા આયોજન અધિકારી રાઓલભાઇ, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠીયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, શિતલબેન છાંગા, ગંગાબેન, રણજીતસિંહ જાડેજા, ભરત સોમજીયાણી, ઉષાબા જાડેજા, દેવજી સોરઠીયા, જયોત્સનાબા જાડેજા, નરેશ મહેશ્વરી, અશોક હાથી, પુષ્પાબેન ટાંક, ગીતાબેન ગણાત્રા, સુજાતાબેન ભાયાણી, ડીડીઓ સી.જે. પટેલ, નિતિન સાંગવાન, આર.જે. જાડેજા, વિજય રબારી, નવલદાન ગઢવી, વસ્તાણીભાઇ, ઝાલાભાઇ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending