Divya Bhaskar

Home » Kutchh » Bhuj » ચૈત્રી પુનમે પિતૃતર્પણ માટે ભકતોની ભીડ ઉમટી

ચૈત્રી પુનમે પિતૃતર્પણ માટે ભકતોની ભીડ ઉમટી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

ભુજ તાલુકા સહિત સમગ્ર કચ્છમાંથી લોકો ઉમટયા

  • ચૈત્રી પુનમે પિતૃતર્પણ માટે ભકતોની ભીડ ઉમટી
    ચૈત્રી પુનમના દિવસે પિતૃતર્પણ માટે નારાયણસરોવરમાં વહેલી સવારથી ભકતોની ભારે ભીડ ઉમટી પડી હતી. હનુમાન જયંતિ અને ચૈત્રી પુનમના પર્વે કચ્છના આ બન્ને તીર્થધામોમાં વાહનોના મોટા રસાલા સાથે લોકો મોટી સંખ્યામાં ધાર્મિક વિધી આટોપવા અને દર્શન કરવા માટે ઉમટતાં મીની મેળા જેવો માહોલ સર્જાયો હતો.

    દેશના પવીત્ર સરોવરમાં જેની ગણના થાય છે એવા નારાયણસરોવરમાં પિતૃતર્પની વિધી કરવા માટે કચ્છઅગુજરાત અને દેશના બીજા રાજયોમાંથી ભકતો આવતા હોય છે. ગત વર્ષે વરસેલા સારા વરસાદના લીધે નારાયણસરોવરમાં પાણીની નો઼ધપાત્ર આવક થતાં પાણીથી લહેરાતા આ સરોવરમાં લોકોએ ભુદેવને સાથે પિતૃતર્પણની વિધી પાર પાડી હતી. કોટેશ્વર મહાદેવ મંદિરને આજના દિવસે ફુલોનો શણગાર સજાવાયો હતો. હનુમાન જયંતી હોતાં લોકોએ નારાયણસરોવર અને કોટેશ્વરમાં આવેલ હનુમાન મંદિરના દર્શન કર્યા હતા. ભકતોની ભીડ ઉમટવાના પગલે નારાયણસરોવર અને કોટેશ્વરના ધંધાર્થી વર્ગમાં નવો ઉત્સાહનો સંચાર થયેલો જોવા મળ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending