Home » Kutchh » Bhuj » મૂળ માંડવીના સંગ્રાહકે પ્રગામલજી ત્રીજાને અર્પણ કર્યા

મૂળ માંડવીના સંગ્રાહકે પ્રગામલજી ત્રીજાને અર્પણ કર્યા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

Bhuj News - વ્યવસાયમાંથી નિવૃત્ત થઇને વિદેશ જઇ રહેલા મૂળ માંડવીના અને હાલે મહારાષ્ટ્રના ગોંદિયામાં રહેતા સંગ્રાહકે...

  • મૂળ માંડવીના સંગ્રાહકે પ્રગામલજી ત્રીજાને અર્પણ કર્યા
    વ્યવસાયમાંથી નિવૃત્ત થઇને વિદેશ જઇ રહેલા મૂળ માંડવીના અને હાલે મહારાષ્ટ્રના ગોંદિયામાં રહેતા સંગ્રાહકે તાજેતરમાં ભુજના પ્રાગમહેલ મ્યૂઝિયમને અમૂલ્ય સિક્કાઓ અને ટપાલ ટિકિટ્સ ભેટમાં આપ્યા હતા.

    તાજેતરમાં યોજાયેલા સમારોહમાં હરીશભાઇ જોશીએ છેલ્લા 65 વર્ષથી એકઠા કરેલા દેશ વિદેશના અમૂલ્ય સિક્કાઓનો વિશાળ સંગ્રહ તેમજ પોસ્ટલ ટિકિટ્સ તથા ફસ્ટ ડે કવરની ભેટ પ્રાગમલજી ત્રીજાને આપી હતી. આ પ્રસંગે તેમના પત્ની ડો. શોભનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઇ જોશી અને દલપત દાણીધારિયાએ પ્રાસંગિક પરિચય આપ્યો હતો. કૃતાર્થસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, દિનેશ મહેતા, કાંતિ ગોર, રજનીકાંત જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રાગ મહેલને અમૂલ્ય સિક્કઓ અને ટપાલ ટિકિટ્સની ભેટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ