• Home
  • Kutchh
  • Bhuj
  • તિજોરી કચેરીમાં 683 કરોડની આવક સામે 652 કરોડના ચુકવણા

તિજોરી કચેરીમાં 683 કરોડની આવક સામે 652 કરોડના ચુકવણા

તિજોરી કચેરીમાં 683 કરોડની આવક સામે 652 કરોડના ચુકવણા

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST
31 માર્ચ એટલે કે નાણાકિય વર્ષના અંતિમ દિવસે જિલ્લાની ભુજ સ્થિત મુખ્ય તિજોરી કચેરીમાં કામગીરીનો ભારે ધમધમાટ વર્તાયો હતો. માર્ચ એન્ડિંગના આખરી એવા માર્ચ માસ દરમિયાન તિજોરી શાખાએ 683 કરોડની આવક મેળવવા સાથે આખા માસ દરમિયાન 652 કરોડનું ચુકવણું કર્યાની સતાવાર માહિતી જિલ્લા તિજોરી અધિકારી બલાતે આપી હતી.

સતાવાર રીતે મળેલી વિગત અનુસાર માર્ચ એન્ડિંગની કામગીરીને અનુલક્ષી તિજોરી શાખાએ માર્ચ માસ દરમિયાન આવતી તમામ જાહેર રજાના દિવસે કચેરી ખુલ્લી રાખવા સાથે 31 માર્ચના તો મોડી રાત સુધી કામગીરીનો ધમધમાટ જારી રાખી સરકારી તંત્રોની ગ્રાન્ટ લેપ્સ ન જાય તે ઉપરાંત ચુકવણા અને આવકની પ્રક્રીયામાં કોઇ અડચણ ઉભી ન થાય તેની ખાસ તકેદારી રાખી હતી.

ગયા વર્ષે માર્ચ માસ દરમિયાન જિલ્લા તિજોરી કચેરીઅે માર્ચમાં 403 કરોડની આવક મેળવવા સાથે 401 કરોડના ચુકવણા કર્યા હતા. આ વર્ષે તેમાં સરેરાશ 50 ટકાનો વધારો જોવા મ્ળયો છે. માર્ચ માસમાં 5500 મળી અંતીમ દીવસે કુલ્લ 180 જેટલા બિલલ ચુકવણા માટે આવ્યા હોવાની માહિતી પણ તિજોરી અધિકારીએ આપી હતી.

સર્વર ડાઉન રહેતા સર્જાઇ મુશ્કેલી

દશેરાના દિવસે જ ઘોડો ન દોડયાની સ્થિતી 31 માર્ચના તિજોરી કચેરીમાં સર્જાઇ હતી. સર્વર ડાઉન રહેતાં તિજોરી કચેરીના સ્ટાફને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.મોડી રાત સુધી ચાલેલ કામગીરીના ધમધમાટ વેળાએ માર્ચ માસના ચુકવણાનો આંક જાહેર કરી શકાયો હતો. પણ આખા વર્ષ દરમિયાન કેટલા ચુકવણા કરાયા અને કેટલી આવક થઇ તેનો આંક તિજોરી કચેરી સતાવાર રીતે જારી કરી શકી નહોતી.

બેન્કોમાં વર્તાયો કામગીરીનો ધમધમાટ

તિજોરી કચેરીની સાથે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સહિતની અન્ય રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેન્કોમાં માર્ચ એન્ડીંગની કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોની તુલનાએ વધુ ચેક અને રોકડ કલીયરન્સમાં આવવા સાથે રાત્રી સુધી બેન્કો અા કામગીરી હેતુ ધમધમતી જોવા મળી હતી.

X
તિજોરી કચેરીમાં 683 કરોડની આવક સામે 652 કરોડના ચુકવણા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી