ઉનાળાના ત્રણ મહિનાનો પ્રથમ ચૈત્ર મહિનો અડધો સમાપ્ત થયો છે. ત્યારે ગરમીનો પ્રકોપ મધ્યાહ્ને છે. કચ્છની તાસીર પ્રમાણે આ ત્રણ મહિના રણમાં વાયરાને કારણે તાપની સાથે ધુળની ડમરીઓ ઉડે છે. જો કે આ દિવસો દરમિયાન પવન બંધ થાય છે ત્યારે રસ્તા પર સુર્યના પ્રકાશના કિરણો પરાવર્તિત થઇને મૃગજળનો આભાસ સામે આવે છે. તસવીરમાં ભુજ ખાવડા રોડ પર દેખાતા પાણીના લિસોટા વાસ્તવમાં મૃગજળ છે. તાપમાનનો પારો 41 ડીગ્રીને પાર પહોંચી ગયો છે. કચ્છના રણ વિસ્તારમાં ગાય, ભેંસ ધરાવતા માલધારીઓને પાણીની ખોજમાં ભટકવું પડે છે અને પશુઓ પણ ગરમીથી ત્રસ્ત થઇને છાંયડો શોધતા હોય છે. વર્ષા ઋતુ આવે ત્યાં સુધી જળ સમસ્યા સામે ઝઝુમતો આ વર્ગ સ્થળાંતર કરવું પડે છે. - પ્રકાશ ભટ્ટ