• Home
  • Kutchh
  • Bhuj
  • કચ્છમાં આગામી ઊનાળા દરમિયાન કોઇપણ પ્રકારે પીવાના પાણીની હાડમારી

કચ્છમાં આગામી ઊનાળા દરમિયાન કોઇપણ પ્રકારે પીવાના પાણીની હાડમારી

કચ્છમાં આગામી ઊનાળા દરમિયાન કોઇપણ પ્રકારે પીવાના પાણીની હાડમારી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST

કચ્છમાં આગામી ઊનાળા દરમિયાન કોઇપણ પ્રકારે પીવાના પાણીની હાડમારી ન સર્જાય તે માટે આયોજન ઘડી કાઢવા પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું.

મંત્રીએ નર્મદા પાણીની ચોરી અટકાવવા અને જરૂર પડ્યે કાયમી રીતે પાણી ચોરી સાથે સંકળાયેલાં તત્વો સામે કાયદાકીય પગલાં ભરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે બન્નીમાં પાણીની સમસ્યા સંદર્ભે ધ્યાન દેવા જણાવ્યું હતું. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે ધુનારાજાની કેપેસીટી વધારવા, તેની ઊંચાઇ અને કેચમેન્ટ વિસ્તાર વધારવા તેમજ રૂદ્રમાતા ડેમનો પણ પીવાના પાણીના પર્યાય તરીકે વિકલ્પ ઊભો કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને દર સોમવારે પાણી સમિતિની બેઠક બોલાવી ચાંપતી નજર રાખવા સાથે ખોદકામથી પાણીની પાઇપલાઇનને નુકસાન અટકાવવા દરેક વિભાગને તાકીદ કરાઇ હોવાનું જણાવ્યું હતું. વધુમાં હાલે ઉપલબ્ધ 30 ટેન્કરમાંથી રાપર-ભચાઉમાં 7 અને લખપત-અબડાસામાં 6 મળી 13 ટેન્કર દ્વારા પીવાનું પાણી વિતરણ કરાતું હોવાનું અને વધુ 11 ટેન્કરની જરૂર પડશે તે માટે ખાનગી એજન્સી દ્વારા મેળવવાનું આયોજન હોવાનું જણાવાયું હતું.

બેઠકમાં વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અધિક્ષક ઇજનેર એલ.જે. ફફલ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સંતોકબેન આરેઠીયા, કંકુબેન ચાવડા, શિતલબેન છાગાં, ગંગાબેન, રણજીતસિંહ જાડેજા, ભરતભાઈ સોમજીયાણી, ઉષાબા જાડેજા, દેવજી સોરઠીયા, જયોત્સનાબા જાડેજા, નરેશ મહેશ્વરી, અશોક હાથી, પુષ્પાબેન ટાંક, ગીતાબેન ગણાત્રા, સુજાતાબેન ભાયાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
કચ્છમાં આગામી ઊનાળા દરમિયાન કોઇપણ પ્રકારે પીવાના પાણીની હાડમારી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી