• Home
  • Kutchh
  • Bhuj
  • દાદર સ્ટેશને પ્રવાસીઓની સુવિધા માટે સાઇનબોર્ડ ઇન્ડીકેટર મુકાયા

દાદર સ્ટેશને પ્રવાસીઓની સુવિધા માટે સાઇનબોર્ડ -ઇન્ડીકેટર મુકાયા

દાદર સ્ટેશને પ્રવાસીઓની સુવિધા માટે સાઇનબોર્ડ -ઇન્ડીકેટર મુકાયા

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST
દાદર ટર્મીનસ રેલવે સ્ટેશને કચ્છી પ્રવાસીઓને વેઠવી પડતી હાલાકીને નિવારવા માટે દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર સાઇનબોર્ડ અને ઇન્ડીકેટર મુકાયા છે. તો પ્રવાસીઓને સુવિધા હેતુ અન્ય આનુષાંગીક સુવિધા પણ વિકસાવાઇ છે.

કચ્છ પ્રવાસી સંઘની અેક યાદીમાં જણાવ્યા અનુસાર ગત 1 એપ્રીલથી સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન બાન્દ્રાના બદલે દાદરથી ઉપાડવાની શરૂઆત થઇ તેને આજે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે દાદરથી સયાજીનગરીમાં પ્લેટફોર્મ નંબર 7 શોધવામાં મુશ્કેલીવેઠવી પડતી હતી. કચ્છ પ્રવાસી સંઘના ધ્યાને આ વાત આવતાં તીલક બ્રીજ પર મુળ ગઢશીસાના નરેશ દેઢિયાના સહયોગથી વિવિધ સ્થળે સાઇનબોર્ડ લગાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત દાદરના 7મા નંબરના પ્લેટફોર્મ પર ઇન્ડીકેટર મુકાયા હોવાનુ઼ નિલેશ શ્યામ શાહે જણાવી પાણીની સુવિધા હેતુ મોબાઇલ કેન્ટીન અને 2 વ્હીલચેર અને સ્ટીલના બેન્ચનું પણ લોકાર્પણ કરી દેવાયાની વાત કરી હતી. વધુમાં પ્રવાસીઓ દાદર ટર્મીનસ સ્ટેશને પહોંચવા માટે તિલક બ્રીજ અને માટુગા રોડ સ્ટેશનથી ધારાવીથી આવતા સર્વિસ રોડ મારફત પહો઼ચી શકે છે તેવુંય યાદીમાં ઉમેરાયું હતું.

X
દાદર સ્ટેશને પ્રવાસીઓની સુવિધા માટે સાઇનબોર્ડ -ઇન્ડીકેટર મુકાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી