• Home
  • Kutchh
  • Bhuj
  • અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ચહેરા પર ડાઘ પડી શકે, આંખોને નુકસાન કે કેન્સર સહિતના રોગ થઇ શકે

અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી ચહેરા પર ડાઘ પડી શકે, આંખોને નુકસાન કે કેન્સર સહિતના રોગ થઇ શકે

અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી ચહેરા પર ડાઘ પડી શકે, આંખોને નુકસાન કે કેન્સર સહિતના રોગ થઇ શકે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:55 AM IST

ઉનાળો પોતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. ઉનાળાના તડકામાં નીકળવું મુશ્કેલ થઇ જાય છે. કેટલાક લોકોને ધોમધખતા તડકામાં પણ કોઈના કોઈ કારણોસર ફરવું પડે છે. તડકો ભલે ન લાગે પણ પારજાંબલી કિરણો જરૂર તેમના શરીરમાં પ્રવેશી જાય છે અને જે ધીરે ધીરે ચામડી અને આંખોને નુકસાન પહોંચાડે છે. અલ્ટ્રા-વાયોલેટ કિરણો આમ તો ગ્લોબલ વોર્મિંગને કારણે વધી જ રહ્યા છે પણ ઉનાળામાં તેનું પ્રમાણ ખાસ્સું વધી જાય છે. સૌથી સામાન્ય અસર ચહેરા પર ડાઘ પડવાથી થાય છે જેને સાદી ભાષામાં દાઝ કહેવાય છે. આ દાઝ સામાન્ય રીતે ગાલ અને કપાળમાં પડતી હોય છે. સૌથી વધુ નુકસાન આંખોને થાય છે કારણ કે શરીર જેટલી યુ.વી. કિરણોના સંપર્કમાં આવે છે તેમાંથી 99 ટકા સીધી આંખ શોષી લે છે. કોર્નિયામાં જઇને આંખોને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે અને ક્ષીણ દ્રષ્ટિ અને લાંબા સમયે અંધાપાની સમસ્યા થાય છે.

ઠંડા પીણા ટાળો અને પાણી વધારે પીવો

ચહેરા પર ડાઘા દેખાય અથવા તો લુ લાગી જાય તો ઘરગથ્થુુ ઉપચારને બદલે તબીબનું માર્ગદર્શન લેવું જોઈએ અને સનસ્ક્રીન ટેબ્લેટ પણ લઈ શકાય. ઠંડા પીણા અને કોલ્ડડ્રીંકસ પીવાનું આ સમયમાં ટાળવું જોઇએ તેને બદલે પાણી વધું પીવું જોઈએ અને ફ્રૂટસ વધુ ખાવા જોઈએ. ડો. જીજ્ઞેશ પાઠક, સ્કીન એક્સપર્ટ

તડકો આંખમાં જાય તો પડદાને નુકસાન થઇ શકે

સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાને કારણે તે આંખોમાં પ્રવેશે છે. સમયાંતરે વેલ થવાની ગતિમાં વધારો થાય છે. પડદાને કાયમી નુકસાન થાય છે. આ માટે તડકામાં ચશ્મા અથવા ટોપી પહેરવી જેથી તડકો આંખોમાં ન પહોંચે. જે લોકોને આંખોમાં નંબર છે તેમણે ખાસ યુ.વી. ફિલ્ટરવાળા કાચ પહેરવા જોઇએ તેવી તબીબી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે.

X
અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી ચહેરા પર ડાઘ પડી શકે, આંખોને નુકસાન કે કેન્સર સહિતના રોગ થઇ શકે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી