• Home
  • Kutchh
  • Bhuj
  • નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન થયેલી

નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન થયેલી

નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન થયેલી આવકનો આંક બહાર પાડવામાં આવે છે. ત્યારે ભુજની...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:55 AM
નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન થયેલી

નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન થયેલી આવકનો આંક બહાર પાડવામાં આવે છે. ત્યારે ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીને ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં 80 કરોડનો વધારો નોંધાયો હતો. અગાઉ મેન્યુઅલ રેકર્ડ હોવાથી સરકારી તીજોરીમાં ચોરી થતી હોવાની વાતો સામે આવી હતી તો હવે નવા આવેલા નિયમો અને ઓનલાઇન પ્રક્રિયાનો ચુસ્ત પણે અમલ થયો હોય અને જેનો ફાયદો આવકમાં દેખાયો હોય તેમ સમજાઇ રહ્યું છે.

આરટીઓને કચ્છની પ્રજાને ગત વર્ષે 199 કરોડ રળી આપ્યા હતા તો આ વર્ષે 80 કરોડ જેટલો વધારો થયો છે અને 279 કરોડ આવક નોંધાઇ છે. આ અંગે આરટીઓ દીલીપ યાદવે વાત કરતા કહ્યું હતું કે, કચ્છની પ્રજાએ ગત વર્ષ કરતા આ વર્ષે 80 કરોડ જેટલી વધુ રકમ વાહન વ્યવહાર તંત્રને રળી આપી છે.

અગાઉ મેન્યુઅલ રેકર્ડ અને કામગીરી હોતાં તેમાં ચેડા કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચતું હતું પણ હવે ઓનલાઇન પ્રક્રિયાનો ચુસ્તપણે અમલ કરાવાતો હોવાથી આવકમાં વધારો નોંધાયો છે. થોડાક મહિનાથી લાગુ કરાયેલી ઓનલાઇન સીસ્ટમમાં કોઇ ચેડા ન કરે અને એક પણ રૂપીયાની સરકારી તીજોરીને નુકશાન ન થાય તેના પર મોનીટરીંગ કરાયું હતું.

X
નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં વર્ષ દરમિયાન થયેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App