Divya Bhaskar

Home » Kutchh » Bhuj » ધોમધખતા આકરા તાપ સાથે ઉનાળાનો વિધીવત પ્રારંભ થઇ ચુકયો

ધોમધખતા આકરા તાપ સાથે ઉનાળાનો વિધીવત પ્રારંભ થઇ ચુકયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:55 AM

ધોમધખતા આકરા તાપ સાથે ઉનાળાનો વિધીવત પ્રારંભ થઇ ચુકયો છે. ઉનાળામાં ફળોના રાજા કેરીની સિઝન શરૂ થતી હોય છે. ત્યારે...

  • ધોમધખતા આકરા તાપ સાથે ઉનાળાનો વિધીવત પ્રારંભ થઇ ચુકયો

    ધોમધખતા આકરા તાપ સાથે ઉનાળાનો વિધીવત પ્રારંભ થઇ ચુકયો છે. ઉનાળામાં ફળોના રાજા કેરીની સિઝન શરૂ થતી હોય છે. ત્યારે પાછલા કેટલાક વર્ષોથી રાજયની સાથે કચ્છમાં પણ કુદરતી રીતે પકવેલી કેસરકેરીના બદલે કાર્બાઇડ પાઉડરથી પકવાતી કેરીનો ધુમ વેપલો થઇ રહ્યો છે. જોકે અા વખતે તો કચ્છમાં કાર્બાઇડ પાઉડરથી પકવાતી કેરી વેંચાશે જ નહિ તેવો દાવો જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કરાયો છે.

    દર વર્ષે કેરીની સિઝન દરમિયાન કચ્છમાં ફુડ વિભાગ 1200થી 1500 કિલ્લો કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો ઝડપી તેનો નાશ કરતી હોય છે. આમ છતાં તંત્રની જાણ બહાર કહો કે પછી તંત્રના નાક નીચે બીજી હજારો કીલ્લો કેરીનો જથ્થો તો બજારમાં પહોંચી જવા સાથે લોકોના પેટમાં પણ આ કેરી પહોંચી જતી હોય છે. આ વખતે ફુડ વિભાગ કઇ સજજતા સાથે કામ કરશે તે જાણવા પ્રયાસ કર્યો તો આ વખતે અમે એટલી સચેતતા કેળવી છે કે કચ્છમાં કાર્બાઇડથી પકવાતી કેરી વેંચાશે જ નહિ તેવો દાવો કરાયો હતો.

    ઉલ્લેખનિય છે કે કચ્છમાં પણ દર ઉનાળે જન આરોગ્ય માટે અતી હાનીકારક એવી કાર્બાઇડથી પકવેલી કેરી વેંચાય છે. તેવા સમયે ફુડ વિભાગનો આ દાવો વાસ્તવિક બને છે કે હાસ્યાસ્પદ તે તો આવનારો સમય જ બતાવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending