• Home
  • Kutchh
  • Bhuj
  • ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2017-18માં માત્ર 7.5 કરોડ રૂપિયા

ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2017-18માં માત્ર 7.5 કરોડ રૂપિયા

ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2017-18માં માત્ર 7.5 કરોડ રૂપિયા વેરા પેટે વસુલ્યા હતા. જે ગત વર્ષ કરતા 4 કરોડ રૂપિયા ઓછા છે....

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:55 AM
ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2017-18માં માત્ર 7.5 કરોડ રૂપિયા

ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2017-18માં માત્ર 7.5 કરોડ રૂપિયા વેરા પેટે વસુલ્યા હતા. જે ગત વર્ષ કરતા 4 કરોડ રૂપિયા ઓછા છે. સરકારી કચેરીઓ પાસેથી 5.35 કરોડ રૂપિયા અને કચ્છ યુનિવર્સિટી પાસેથી 8 કરોડ રૂપિયા વેરા પેટે વસુલવાના થાય છે, પરંતુ સુધરાઈ વસુલાત કરવામાં નિષ્ફળ ગઈ છે.

શહેરમાં 46 હજાર પ્રોપર્ટી માલિકો છે. ચોરસ મીટરના 55થી 60 રૂપિયા મિલકત વેરો વસુલવાનો હોય છે. એ ઉપરાંત પાણી, ગટર, સફાઈ, શિક્ષણ વેરો પણ વસુલવામાં આવતો હોય છે. પ્રત્યેક મિલકત ધારક પાસેથી વાર્ષિક સરેરાશ 3 હજાર રૂપિયા વસુલવામાં આવે તો પણ નગરપાલિકાને 31મી માર્ચ સુધીમાં 13.80 કરોડ રૂપિયા આવક થાય. જોકે, નગરપાલિકા માત્ર 7થી 8 કરોડ જ રૂપિયા વસુલી શકતી હોય છે. ગત વર્ષે નોટબંધી હતી અને રદ થયેલી નોટોથી સરકારી લેણા ભરપાઈ કરવાની છૂટ અપાઈ હતી, જેથી 11.5 કરોડ રૂપિયા જેટલી વસુલાત થઈ હતી. જોકે, વર્ષ 2015-16માં પણ 10.75 કરોડ રૂપિયા વસુલાયા હતા. સૂત્રોએ કહ્યું હતું કે, એક બાજુ મંદી છે અને ઉપરથી માર્ચ મહિનામાં જ ઓન લાઈન વેરા ભરવાની ટ્રેનિંગ શરૂ કરી દેવાઈ હતી, જેથી 12 માર્ચથી વેરા વસુલવાની કામગીરી જ બંધ પડી ગઈ હતી. જેના કારણે ઘટાડો નોંધાયો છે.

X
ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2017-18માં માત્ર 7.5 કરોડ રૂપિયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App