તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બિનખેતીના કેસોનું ભારણ ઘટાડવા શરૂ થયું જિલ્લાનું ‘ઓપન હાઉસ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનખેતીના કેસોનું ભારણ ઘટાડવા શરૂ થયું જિલ્લાનું ‘ઓપન હાઉસ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. ભુજ

વૈશ્વિકમંદી હોવા છતાં જમીનો બિનખેતી થવાની સંખ્યા વધતી જાય છે, ત્યારે તંત્રમાં રહેલા બિનખેતીના પડતર પ્રકરણો મંજૂર કરવામાં ગતિ આવે તેવા રાજ્ય સરકારના સીધા આદેશની અમલવારી કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. માટે સમયાંતરે ભુજના જિલ્લા સેવા સદનમાં ઓપન હાઉસ પ્રક્રિયા યોજાતી રહશે. સોમવારે યોજાયેલા પ્રહેલા ઓપન હાઉસમાં સમાહર્તા મુકુલભાઇ ગાંધીની હાજરીમાં શરૂ

...અનુંસધાન પાના નં.4

થતાનવા સપ્તાહના પ્રથમ કલાકમાં જિલ્લાના 12 અરજદારોને તેમણે માગેલી જમીન બિનખેતી કરવામાં આવી છે, તે પ્રકારના હુકમો રૂબરૂમાં આપવામાં આવ્યા હતા.

રાજ્યના મહેસૂલ વિભાગે 2015માં ગતિશીલ ગુજરાતના કાર્યક્રમ હેઠળ એવો આદેશ કર્યો હતો કે, જમીન મહેસૂલ અધિનિયમમાં બિનખેતીના પરવાના માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. માટે તમામ જિલ્લામાં ઝડપી પ્રક્રિયા કરવાની રહેશે. જે અંતર્ગત કચ્છના વહીવટી તંત્રે પણ કમ્મર કસી છે અને જમીન એનએની ફાઇલો તાકીદના ધોરણે ક્લીયર થાય તેવા પ્રયાસો અમલી બનાવી દીધા છે. સોમવારે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટર મુકુલભાઇ ગાંધીના અધ્યક્ષસ્થાને જમીન એનએ માટે અરજી કરનારાઓમાં જેમની ફાઇલની પૂર્તતા થઇ હતી તેમના માટે ઓપન હાઉસ યોજાયું હતું. ઓપન હાઉસમાં 12 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા જેમને બિનખેતીના હુકમો આપવામાં આવ્યા હતા. રૂબરૂમાં બિનખેતીના હુકમો આપવાની પ્રક્રિયા આગામી સમયમાં ચાલુ રખાશે અને સમયાંતરે ઓપન હાઉસ યોજવામાં આવશે. આજની પ્રક્રિયા દરમિયાન ચિટનિસ આર કે રાવલ સામેલ થયા હતા. અગાઉ આવી ઓપન હાઉસની પ્રક્રિયા 2012માં પણ કરાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બોક્સ-1:સૌથી વધુ માંડવીની 6 ફાઇલ મંજૂર થઇ

તાલુકો બિનખેતીની મંજૂર ફાઇલ

માંડવી 06

ભચાઉ 03

ભુજ 02

નખત્રાણા 01

કુલ 12કચ્છમાં પ્રોબેશનરી IAS એક વર્ષ ટ્રેનિંગમાં મૂકાયા

ઇન્ડિયનએડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરતા નવયુવાન અધિકારીઅો પૈકી કચ્છમાં પ્રોબે. આઇએએસ અનિલ ધામેલિયાને મૂકાયા છે. કચ્છના ઇનામી ધારા સહિતની પ્રક્રિયાની તાલીમ કલેક્ટર મુુકુલભાઇના માર્ગદર્શન હેઠળ લેશે. અેક વર્ષ સુધી વહીવટી પ્રક્રિયામાં સામેલ થશે. ઓપન હાઉસમાં બિનખેતીના ઓર્ડર પણ તેમના હસ્તે અપાયા હતા.

કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રથમ ઓપન હાઉસમાં ઉપસ્થિત પક્ષકારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો