તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ પાસ ઓનલાઇન આપવા તજવીજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રવાસનનુંબેંચમાર્ક બની ચૂકેલા કચ્છના રણ ઉત્સવમાં ધોરડો રણમાં જવા માટે સરકારને વ્યક્તિદીઠ ફી ચૂકવવી પડે છે. ફી પેટે મળતી પ્રવશે ટિકિટ લેવા માટે ભીરંડિયારા પોલીસ ચેક પોસ્ટ પર દર વર્ષે સહેલાણીઓએ લાંબી કતારમાં સમય બગાડવો પડે છે. આના કારણે ઘણી વખત રણનો સૂર્યાસ્તનો નજારો જોવાનો ગુમાવવો પડતો હોવાની નારાજગી પણ ઉભી થતી હોય છે. જોકે, હવે સમસ્યાનો અંત આવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી રણોત્સવથી વ્યક્તિગત અને વાહન સહિતની પ્રવેશ ફી ઓનલાઇન ભરીને રણમાં જવાની મંજૂરી મેળવી શકાશે. માટે વેબબેઝ્ડ પોર્ટલ ઊભું કરવામાં આવશે.

કચ્છમાં દર વર્ષે ત્રણ માસના રણોત્સવમાં લાખોની સંખ્યામાં કચ્છ અને રાજ્ય સહિત દેશભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. મોટાભાગના સહેલાણીઓ તેમના અંગત ચાર ચક્રીય કે ટેક્ષી પાસિંગના વાહનમાં ધોરડો સફેદ રણ સુધી પહોંચતા હોય છે. પણ, તે પહેલાં ભીરંડિયારા ખાતે બનાવાયેલી પોલીસ ચેકપોસ્ટ પરથી વ્યક્તિદીઠ

...અનુંસધાન પાના નં.4

રૂપિયા100 અને વાહનની ફી ભરવાની રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ક્રિસમસ તેમજ મકર સંક્રાંતિ તથા 26મી જાન્યુઆરીની રજાઅોમાં પ્રવાસીઅોની ભારે ભીડ સર્જાય છે, પરંતુ વખતે ચેકપોસ્ટ પર લાંબો સમય ઉભા રહીને પ્રવેશ પાસ મેળવવાની ઝંઝટમાંથી છુટકારો મળે તેવા સંયોગો ઉભા થવાના છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા પ્રવેશ પાસ ઓનલાઇન મળી રહે તેવું વેબબેઝ્ડ પોર્ટલ તૈયાર કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

1લી નવેમ્બર 2016થી રણ ઉત્સવ શરૂ થવાનો છે પહેલાં આંતરિક ધોરણે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સહેલાણીઓને રણ સુધી પહોંચવામાં સરળતા રહે અને સમયસર તેમની રણ તરફની પ્રવેશ પ્રક્રિયા પૂરી થાય તે માટે ડિજિટલ વર્કિંગ અમલી બનાવવામાં આવનારું છે. ભુજના નાયબ કલેક્ટર ડી.સી. જોષી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ધોરડો રણમાં જવા માટે ભીરંડિયારા ચેક પોસ્ટ કે ભુજમાં પ્રવાસન વિભાગની કચેરીમાં ઉભા કરાતા કાઉન્ટર પરથી નિયત ફી ભરીને પ્રવેશ પાસ લેવાના રહે છે. પ્રવાસીઓને લાઇનમાં રોકાવા ઉપરાંત અગાઉથી પ્રવેશ પાસ મળી રહે તે માટે ઓનલાઇન વ્યવસ્થાનું આયોજન છે. આધાર કાર્ડ કે પ્રકારનું કોઇ અધિકૃત ઓળખપત્ર ઓનલાઇન અપલોડ કરીને સહેલાણીઓની વિગતો તેમાં ભરીને જણદીઠની ગણતરીએ રકમ ચૂકવવાની રહેશે. અેક્સીસ બેંકના સહયોગથી વેબ પોર્ટલ અમલી બનશે. શક્યત: નવેમ્બરનો રણોત્સવ શરૂ થાય પહેલાં ઓનલાઇન પ્રવેશ પાસ મળતા થાય તેવી નક્કર કામગીરી કરવાનું આયોજન છે.

નજારો જોવા 50 ફૂટ ઉચી વ્યુઇન્ગ ડેક

છેલ્લા ત્રણેક વર્ષથી રણોત્સવમાં ભુજમાં હમીરસર કિનારે યોજાતો કાર્નિવલ બંધ છે. કલાકાર વર્ગ તેમજ શહેરીજનોની ઇચ્છા એવી છે કે ચાલુ વર્ષે ભુજમાં ફરીથી કાર્નિવલ થાય. ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે નવા આવેલા જિલ્લા સમાહર્તા એમ.એ. ગાંધી સમક્ષ બાબત પહોંચાડી છે અને કાર્નિવલ યોજીને ગુજરાતની સંસ્કૃતિના દર્શન વધુ એક વખત ઉભા કરાય તેવી વિચારણા કરવા ધ્યાન દોર્યું છે.

ભુજમાં કાર્નિવલ કરવા પણ વિચારણા

રણોત્સવ માટે ભીરંડિયારા ચેકપોસ્ટ પર લાંબી કતારમાં નહીં ઊભવું પડે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો