Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુનરિયામાં કોમી એખલાસથી મલુકશા વલીનાે ઉજવાયો ઉર્ષ
ભુજતાલુકાના કુનરિયા ખાતે મલુકશાહ વલીના ઉર્ષની કોમી ભાઇચારાપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
પ્રસંગે ઉપસ્થિત રહેલા સૈયદ સલીમસા બાપુએ તકરીરમાં જણાવ્યું કે, ખુદાએ દરેક વ્યક્તિને બહેતર રીતે જીવન જીવવાનો સંદેશ આપ્યો છે. જો દરેક વ્યક્તિ પયગંબરે બતાવેલા રસ્તે ચાલે અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા ઉપરાંત અન્યના હક્કની જાળવણી યોગ્ય રીતે કરે તો બધા ટંટા-ફિસાદ દૂર થઇ લોકો-લોકો વચ્ચે શાંતિ અને સુખાકારી વધે.
ઉર્ષમાં વિશેષરૂપે ઉપસ્થિત રહેલા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી જુમા રાયમાએ ઉર્ષની ઉજવણીમાં એક હિન્દુભાઇ મુખ્ય સહયોગી બન્યા છે તે ઘટના કુનરિયાની એકતા અને ભાઇચારાની સાક્ષી પૂરે છે. રીતે ગામ દુનિયામાં નામ રોશન કરે તેવી દુઆ માગી હતી. દુનિયાના તમામ સંતો-વલીઓએ જે પ્રેમ-ભાઇચારા અને શાંતિનો સંદેશ આપ્યો છે તેનું અનુસરણ કરીને આપણે જીવનમાં બદલાવ લાવીએ એવી તેમણે અપીલ કરી હતી. તેમણે કુનરિયાની કોમી એકતાને બિરદાવી ગામની ગૌશાળા અને લીલાચારાના નિરણ હેતુસર 11,000 રૂપિયાનું દાન જાહેર કર્યું હતું.
ઉર્ષની ઉજવણી દરમિયાન મુસ્લિમ ભાઇઓએ ગૌશાળાની મુલાકાત લીધી.
મુસ્લિમ અગ્રણીએ ગૌમાતા માટે આપ્યું અગિયાર હજારનું દાન