તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિ. દ્વારા કરાયેલા 181 કોપી કેસમાંથી 33ને માફી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. દ્વારા કરાયેલા 181 કોપી કેસમાંથી 33ને માફી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા કુલ 181 છાત્રો પૈકી 33 જણને નિર્દોષ તેમજ અન્યોને હળવીથી મધ્યમ સજા કરવા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવાયું હતું. કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં કોઇપણ પરીક્ષાર્થી, વ્યક્તિ દ્વારા આચરાયેલી ગેરરીતિ કે અસામાજીક વર્તણૂક બાબત તપાસ કરીને તેને લગતી ભલામણો કરવા માટે ગત માસની 6થી 8 જૂન દરમિયાન મળેલી સમિતિએ લીધેલા નિર્ણય મુજબ 33 જણને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અંગે જ્યારે કુલપતિ ડો. સી.બી. જાડેજાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, 33 છાત્રો કોઇ અઠંગ ગુનેગાર હોતાં તેમનાથી નાની-મોટી ભૂલો થઇ હતી જેવી કે, પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવાની છૂટ હોય અને તેઓ લઇ ગયા હોય, પરંતુ જ્યારે તેઓ સ્ક્વોડની ઝપટે ચડ્યા હોય ત્યારે તેમનો મોબાઇલ બંધ હાલતમાં મળ્યો હોય, પુસ્તકને વર્ગખંડમાં લઇ ગયા હોય, પોતાની આસપાસ બેઠેલા પરીક્ષાર્થીના પેપરમાં ડોકીયું કરતા નજરે ચડે, પરંતુ તેમાનું કંઇ પેપરમાં લખ્યું હોય તેવી સામાન્ય ભૂલો માફ કરી તેમના પેપર રદ્દ કરી અભ્યાસ ચાલુ રાખી વર્ષે પરીક્ષા દેવાની છૂટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો