• Gujarati News
  • National
  • ભુજમાં પ્લાસ્ટિકના ગ્લાસ કે કપનો ઉપયોગ કરનારા દંડાશે

ભુજમાં પ્લાસ્ટિકના ગ્લાસ કે કપનો ઉપયોગ કરનારા દંડાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાંસ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ઉડીને આંખે વળગે તેવો પ્લાસ્ટિકના ઝબલાં સહિતની બનાવટનો કચરો ગંદકી ફેલાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર દ્વારા ચલાવવામાં આવી રહેલી પોલિથિન મુક્ત ઝુંબેશને નગરપાલિકાના નિર્ણયથી સફળતા મળી છે. જાહેરનામાનો કડક અમલ થાય તે જરૂરી છે. પ્લાસ્ટિકના ઝબલાંનો ઉપયોગ કરવા વારંવાર અનુરોધ કરાયો હોવા છતાં વેપારીઓ દ્વારા તેના માટે જોઇએ તેવો પ્રતિસાદ સાંપડતાં આખરે ભુજના ચીફ ઓફિસરે સત્તાની રૂએ આદેશ બહાર પાડ્યો છે, જેમાં પ્લાસ્ટિકની 40 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિક બેગ, ચાય માટે વપરાતાં કપ તેમજ પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરવા બદલ વેપારી સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે. લારીઓમાં પ્લાસ્ટિકના કપમાં ચાય અપાતી હોવાથી ખાલી કપ રસ્તામાં રઝળતા જોવા મળે છે. બીજી બાજુ ઠંડાંપીણા માટે પ્લાસ્ટિકના ગ્લાસનું ચલણ વધી રહ્યું છે. છૂટક વેપારીઓ દ્વારા કરાતો હોવાથી પર્યાવરણને જફા પહોંચે છે. તમામ પ્રકારના પ્લાસ્ટિક કચરો સ્વચ્છતામાં વિક્ષેપ પેદા કરે છે, તેવું જણાવતાં ચીફ ઓફિસર મેહૂલ જોધપુરાએ પ્લાસ્ટિકના કપ, ગ્લાસ કે ઝબલાંનો ઉપયોગ કરવા નાગરિકો અને વેપારીઓને હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...