કચ્છમાં આજે
સલાટ યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન કાર્યક્રમ
તા.7/6નાસરસ્વતિસન્માન કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ-1થી કોલેજ સુધી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટ તા.1/6 સુધી સલાટ શૈક્ષણિક હોલ, સલાટ ડેલી ખાતે સાંજે 5થી 7 દરમિયાન આપી જવી.
તાલુકાવેપારી-કારીગરોની વ્યવસાયિક તાલીમ
કચ્છજિલ્લાસોનાચાંદી મહામંડળ પ્રેરિત તાલુકા સોનાચાંદી મહામંડળના વેપારી-કારીગરોની વ્યવસાયલક્ષી તાલીમ વાગડ બે ચોવિસી સંકુલ હોલ, આરટીઓ સર્કલ, ભુજ ખાતે સાંજે 4થી 7 દરમિયાન રાખવામાં આવી છે.
મુલતવીભાગવત કથાનું આયોજન
ભુજમાંસ્વ.ઠા. અમીચંદ કરશન રામાણી દ્વારા કરવામાં આવેલી ભાગવત કથાનું આયોજન તા.4/6થી રંજનવાડી, પ્રમુખસ્વામી નગર ખાતે કરવામાં આવ્યું છે.
આશાપુરાવુમન્સ એકેડમી દ્વારા અેક્ટિવિટી પ્રદર્શન
આશાપુરાવુમન્સએકેડમી દ્વારા ચાલતા સમર યુવતી એક્ટવિટીની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા નમૂનાઅોનું પ્રદર્શન તા. 30/5ના સાંજે 4થી 6 દરમિયાન સરસ્વતિ વિદ્યા ભારતી, શિશુ મંદિર, સંતોષી માતાના મંદિર પાછળ રાખેલ છે.
રામકૃષ્ણયુવક મંડળ દ્વારા સત્સંગ-સંકીર્તન
રામકૃષ્ણયુવકમંડળ દ્વારા તા.29/5ના સાંજે 4:30થી 5:30 દરમિયાન રામકૃષ્ણ સેવા સંકુલ, કોડકી રોડ, પ્રભુનગર-2 પાસે સંકીર્તન અને સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ગોવર્ધનનાથની હવેલી ખાતે શયન દર્શન
તા.29/5નાગોવર્ધનનાથની હવેલી ખાતે સાંજે 7થી 8 દરમિયાન ઓમ મનોરથના શયન દર્શન કરાવવામાં આવશે તથા સાંજે 5થી 7 દરમિયાન સત્સંગ યોજાશે.
જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક ભુજ તપગચ્છ સંઘ
સંઘદ્વારાસાધુ-ભગવંતોની હાજરીમાં તા.31/5ના 1000થી વધારે દીક્ષા અંગિકારોને દીક્ષા આપવામાં આવશે.
પ્રાથમિકશિક્ષક-વિદ્યાસહાયકો જોગ
જિલ્લાશિક્ષણસમિતિ દ્વારા પ્રાથમિક શિક્ષક-વિદ્યાસહાયકોની આંતરિક બદલીની ઓનલાઇન પદ્ધતિ મુજબ અરજીઓ ઓનલાઇન મગાવવામાં આવી છે. માટે www.dpegujarat.org વેબસાઇટ પર તા.1/6 સુધી અરજી કરવી. વધુ માર્ગદર્શન માટે 94288 29856નો સંપર્ક કરવો.
રોટરીક્લબ ઓફ ભુજની બેઠક
તા.29/5નારોટરીક્લબ ઓફ ભુજની સાપ્તાહિક બેઠક રોટરી હોલ ભુજ ખાતે રાખવામાં આવી છે.
રોયલક્રિકેટ ક્લબ દ્વારા અન્ડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ
રોયલક્રિકેટક્લબ દ્વારા ભુજના પોલીસ પરેટ ગ્રાઉન્ડ ખાતે કચ્છ પ્રિમિયર લીગ (અન્ડર-19) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, અા અંગેની વિગતો અને ટ્રોફીનું વિતરણ તા.29/5ના સાંજે 5 વાગ્યે ઉમેદભુવન, ભુજ ખાતે રાખવામાં આવ્યું છે.
ઇસ્કોનદ્વારા ભગવત ગીતાની સ્લાઇડ શોનું આયોજન
તા.31/5થી5/6સુધી સાંજે 8થી 9:30 દરમિયાન ઇસ્કોન દ્વારા ભગવદગીતાની સ્લાઇડ શોનું આયોજન જિલ્લા પંચાયત સભાખંડ, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન માટે 94272 09481 અને 98248 11000નો સંપર્ક કરવો.
એકશામ પ્રકૃતિ કે નામનું આયોજન
વૃક્ષમિત્રસંગીતસભા દ્વારા એક શામ પ્રકૃતિ કે નામનું આયોજન તા.30/5ના સાંજે 6થી 9 દરમિયાન વૃક્ષમિત્ર ગાર્ડન, મુન્દ્રા રિલોકેશન ચાર રસ્તા, પ્રાથમિક શાળા પાસે, શ્રી હરિ સોસાયટી બાજુમાં કરાયું છે.
કલર્સચેનલ પર ભુજના મહિલાઓ ડેઇલી બોનસ કાર્યક્રમમાં
કલર્સગુજરાતીપર આવતી ડેઇલી બોનસ શોમાં ભુજના તૃષાબેન વૈદ્ય અને કામિનીબેન વોરા વચ્ચે સ્પર્ધા યોજાશે, જે કાર્યક્રમ સોમવારે રાત્રે 9:30 કલાકે પ્રસારિત થશે.
માધાપર: ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગાયત્રી યજ્ઞ
ગાયત્રીશક્તિપીઠમાધાપર ખાતે તા.31/5ના સવારે 7:30 કલાકે ગાયત્રી હવન તથા સવારે 9થી 11 દરમિયાન નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાશે, તા.1/6ના સાંજે 6 વાગ્યે ગાયત્રી મંત્ર જાપ શક્તિપીઠ માધાપર ખાતે.
માધાપર: અાશાપુરા શક્તિ મિત્ર મંડળ
જલારામસત્સંગમંડળ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે તા.29/5ના રાત્રે 9થી 10:30 દરમિયાન સત્સંગ, ધૂનનો કાર્યક્રમ ગાયત્રી મંદિરની સામે માધાપર.