• Gujarati News
  • કુનરિયામાં દારૂ મુદે્ યુવકને મારવાની ધમકી અપાઇ

કુનરિયામાં દારૂ મુદે્ યુવકને મારવાની ધમકી અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કુનરિયા ગામે દારૂ પકડાવ્યાનું મનદુ:ખ રાખી એક યુવકને ત્રણ ઇસમ દ્વારા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજા પહોંચાડાતાં તે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કુનરિયા ખાતે બુદ્ધિલાલ હાજાભાઇ ગરવા (ઉ.વ. 33 ) સવારે 10 વાગ્યે બસ સ્ટેન્ડ પર બેઠો હતો, ત્યારે ગામના કાંતિ ભચુ કોલી તથા હરેશ ભચુ કોલી કાકાનો દારૂ કેમ પકડાવ્યો કહી તેની સાથે લોડાઇના ભચુ કોલીએ માર મારી ગાળા-ગાળી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો, જેમાં સારવાર માટે ભુજની જી.કે. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અા બનાવમાં પોલીસે એટ્રોસિટી કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.