• Gujarati News
  • National
  • હંમેશાં સત્ય અને મહેનતથી સંપત્તિ મેળવવા અપાઇ શીખ

હંમેશાં સત્ય અને મહેનતથી સંપત્તિ મેળવવા અપાઇ શીખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનમાંહંમેશાં સત્ય અને મહેનતથી સંપત્તિ મેળવવી જોઇએ, તેવી શીખ નખત્રાણામાં નિષ્કલંકીધામ ખાતે યોજાયેલી પાંચ દિવસીય બાળ સુસંસ્કાર શિબિરના અંતિમ દિવસે ભાગ લેનારા 600 બાળકને આપવામાં આવી હતી.

સતપંથ સનાતન ધર્મ-ફૈઝપુરના જનાર્દનજી મહારાજે જણાવ્યું હતું કે, સત્યની રાહમાં ચાલનારો દરેક માનવી સતપંથી હોય છે તેમજ ગમે તેટલા તૂફાન આવે, તો પણ સત્ય હંમેશાં અડીખમ ઊભું રહે છે અને એટલે સતપંથ પણ અડીખમ ટકી રહેશે, તેમણે વોટ્સએપ, ફેસબુક તેમજ ઇન્ટરનેટ જેવા માધ્યમોનો સાવચેતીપૂર્વક વપરાશ કરવાના અનુરોધ સાથે બાળકોના મા-બાપને પણ સાવધાની રાખવા સૂચન કર્યું હતું. સ્વાભિમાનપૂર્વક જીવન જીવવા માટે નિયમો આવશ્યક છે તેમજ બાળકોને જીવનમાં એવું કોઇ પણ કાર્ય કરવા સલાહ આપી હતી કે તેથી મા-બાપ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને નીચું જોવું પડે. બાળકો સાથે માતા-પિતાને પણ શીખ આપતાં કહ્યું હતું કે, તેમણે સંતાનોની ભાવના સમજવી જોઇએ, સંતાનો માટે સમય ફાળવવો જોઇએ. કારણ કે, સંતાનો સાચી મિલકત છે. પ્રારંભમાં જયરામદાસજી, શિવગણદાસજી, રતિબાપા સહિતના સંતોએ નિયમ, ધર્મસભા, રાષ્ટ્રરક્ષા વગેરેની સમજણ આપી હતી.

કચ્છ કડવા પાટિદાર સતપંથ સમાજના પ્રમુખ પૂંજાભાઇ રામજિયાણી, અરજણ ભગત, ધનજી ભગત, મનુભાઇ રૂડાણી, જેઠાભાઇ સેંઘાણી, ડો. સુરેશભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં ભાગ લેનારા દરેક બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...