• Gujarati News
  • એક વર્ષ પહેલાં છૂટા પડેલા પતિ પત્નીનું ભુજમાં થયું મિલન

એક વર્ષ પહેલાં છૂટા પડેલા પતિ-પત્નીનું ભુજમાં થયું મિલન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળમહારાષ્ટ્રના સતારા કરાડ ગામની માનસિક વિકલાંગ મહિલા છેલ્લા એક વર્ષથી ભુજ મધ્યે રખડતી ભટકતી આવી પહોંચી હતી, જેને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રીએ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી, તેની વિગતો જાણી ગામના પોલીસનો સંપર્ક સાધી તેના પતિ સાથે પુન: મિલન કરાવ્યું હતું.

સતારા ગામની અકાતાઇ અસોક પાટીલ (ઉ.વ. 40) છેલ્લા એક વર્ષથી ગૃહકંકાસના કારણે માનસિક વિકલાંગ થયેલી હાલતમાં ભુજ મધ્યે રખડતી ભટકતી પહોંચી આવી હતી, જેને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારી દ્વારા મેન્ટલ હોસ્પિટલ ખાતે દાખલ કરાઇ હતી, દર્દીને એક માસ સારવાર મળ્યા બાદ સુધારો થતાં તેની વિગતો પરથી હોસ્પિટલના સામાજિક કાર્યકર વિપુલ દેવમુરારીએ તેમના ગામના પોલીસનો સંપર્ક સાધી પરિવારની ભાળ મેળવી હતી. એક વર્ષ વિત્યા બાદ સમાચાર મળતાં તેનો પરિવાર આર્થિક રીતે ભુજ સુધી આવી શકે તેમ હતો, તેથી લોક સેવા સામાજિક ટ્રસ્ટના મંત્રી દ્વારા મદદ પહોંચાડવા માનવજ્યોત ટ્રસ્ટના કુલીનકાંત લુઠિયાનો સંપર્ક સાધી તેમના સુધી આર્થિક મદદ પહોંચાડી હતી.

ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે પતિ-પત્નીનું મિલન થયું તે વેળાનું દૃશ્ય.