તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિંધુ ભવન ખાતે માર્ગમ ડાન્સ એકેડમી દ્વારા ભરતનાટ્યમ આરંગેત્રમનું આયોજન

સિંધુ ભવન ખાતે માર્ગમ ડાન્સ એકેડમી દ્વારા ભરતનાટ્યમ આરંગેત્રમનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધુ ભવન ખાતે માર્ગમ ડાન્સ એકેડમી દ્વારા ભરતનાટ્યમ આરંગેત્રમનું આયોજન કરાયું હતું. નૃત્યના દેવ નટરાજની આરાધનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં અનેક રૂપમાં પોતાની કળાની પ્રસ્તુતી કરી દર્શકોને અભિભુત કર્યા હતા. પ્રસંગે શીખા એસ. ભોજવાણીની વિશેષ પ્રસ્તુતિને દર્શકોએ વધાવી લીધી હતી. ‘કચ્છ શક્તિ એવોર્ડ’ અને ‘કલકા કલાકાર’ ખિતાબ હાંસલ કરનાર એકેડેમીના ધારા શાહે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારતીય સંસ્કૃતિ સાથે ગળથુથીથી જોડાયેલા ભારતીય નૃત્ય, સંગીત અને નાટ્યના વિશેષ મીલન સમા ભરતનાટ્યમ માણવાનો લ્હાવો લીધો હતો. } ધર્મેન્દ્રપ્રજાપતિ

ભરતનાટ્યમની પ્રસ્તુતિથી મંચ જીવંત થઈ ઉઠ્યો

અન્ય સમાચારો પણ છે...