તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છના મોટાભાગના કન્ટ્રોલરૂમ રવિવારે આઉટ ઓફ કન્ટ્રોલ

કચ્છના મોટાભાગના કન્ટ્રોલરૂમ રવિવારે આઉટ ઓફ કન્ટ્રોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંચોમાસાના સતાવારશ આગમન પૂર્વેજ આગોતરી મેઘસવારીઅે દસ્તક દઇ દીધી છે. વરસાદી સિઝનને અનુલક્ષીને રાજયના આપતિ વ્યવસ્થાપન વિભાગના આદેશથી જિલ્લા વહિવટીતંત્રે 1લી જુનથી જિલ્લામાં અલગ અલગ વિભાગોને સંલગ્ન કન્ટ્રોલરૂમ કાર્યરત કરી ર4 કલાક કાર્યરત રાખવાની સુચના અપાઇ છે. પણ કચ્છમાં કાર્યરત મોટાભાગના કન્ટ્રોલરૂમ રવિવારની રજાના દિવસે આઉટ ઓફ કન્ટ્રોલ જોવા મળ્યા હતા.

રવિવારે જિલ્લામાં વરસાદે મોટાભાગે વિરામ રાખ્યો હતો પણ જો અચાનકજ વધુ વસરસાદ વરસી જાય તો માહિતી કયાંથી એકત્ર કરવી તે એક મોટો સવાલ બનીને સામે આવ્યો હતો. રવિવારની રજાના દિવસે સિંચાઇ, નગરપાલિકા, મામલતદાર અને જિલ્લા પંચાયતના કન્ટ્રોલરૂમમાં ફોનની ઘંટડીઓજ રણકતી રહી હતી.

થોડા સમય પૂર્વે જિલ્લા કલેકટર અને તે પછી તાલુકા પ્રાંત કક્ષાએ મળેલી બેઠકમાં હજુ સુધી કન્ટ્રોલરૂમ શરૂ થયા હોય તો તે કાર્યરત કરવા અને કન્ટ્રોલરૂમ ચોમાસાની સીઝન દરમ્યાન 24 કલાક કાર્વરત રાખવાની તાકીદ સાથેની સુચના અપાઇ હતી. પણ સુચનાને ઘોળી પી જવાઇ હોય તેમ મોટાભાગના કન્ટ્રોલરૂમે સ્ટાફે રવિવારે રજા પાળી હતી.

વરસાદ વરસતાં આવા કન્ટ્રોલરૂમના જવાબદારોની કામગીરીતો સચવાઇ ગઇ હતી પણ ચોમાસાના સમયે તંત્ર પુરતી તકેદારી દાખવે તે અતી જરૂરી બની ગયું છે.

24 કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત રાખવાની સુચનાને ઘોળી પી જવાઇ

અન્ય સમાચારો પણ છે...