તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં મહિલા PSI સહિત 3 પર માર માર્યાનો આક્ષેપ

ભુજમાં મહિલા PSI સહિત 3 પર માર માર્યાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનારાજેન્દ્ર બાગ પાસે રવિવારે સાંજે ટ્રાફિક પોલીસની ચેકીંગ દરમિયાન પોલીસે કાર્યવાહી હાથ ધરતાં બાઈકસવાર પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રાજેન્દ્ર બાગ પાસે રવિવારની સાંજે ટ્રાફિક બંદોબસ્તમાં રહેલા મહિલા પીએસઆઇ તથા બે મહિલા કોન્સ્ટેબલે લાયસન્સ અંગેની પૂછતાછમાં ઉભો રાખી ભુજના કોડકી રોડ પર રહેતા અમીર અલ્લાઉદીન સમા (ઉ.વ.19)ને ઘકબુસટનો માર મારતાં ઈજા થતાં ભુજની જીકેમાં દાખલ થયો હતો.

બનાવ અંગે ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે, કોઈકની ચઢામણીથી હોસ્પિટલમાં યુવાન દાખલ થયો હતો પરંતુ મહિલા પોલીસ અધિકારી - કર્મચારીઓએ માત્ર પુછતાછ કરી હતી અને માર માર્યો હતો. બાદમાં ઈજાગ્રસ્તે પોલીસ મથકે અંગે બાબતે કોઈ કાર્યવાહી કરવા માગતો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...