તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજની સંસ્થાએ રોહા(સુમરી)માં વડીલો સાથે જમાવી સંગીત મહેફિલ

ભુજની સંસ્થાએ રોહા(સુમરી)માં વડીલો સાથે જમાવી સંગીત મહેફિલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહા(સુમરી)ના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને રોજિંદા જીવનમાંથી થોડા હટકે પીરસવાના આશય સાથે ભુજની સંસ્થા દ્વારા મનોરંજક કાર્યક્રમ યોજાયો હતો, જેના હાસ્ય દરબારમાં વરિષ્ઠો પેટ પકડીને હસ્યા હતા, તો જૂના ગીતોના સૂર-તાલે ઝૂમી ઉઠ્યા હતા.

જાયન્ટ્સ ગ્રૂપ આયોજિત કાર્યક્રમમાં સંસ્થા પ્રમુખ શૈલેન્દ્ર રાવલ, વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી માણેકભાઇ, ભાનુભાઇ વ્યાસની ઉપસ્થિતિમાં વડીલ વંદના કરાયા બાદ ક્લબના ઉપપ્રમુખ શંભુભાઇ પોપટ, રમેશભાઇ વૈદ્ય, નિષદ મહેતા અને અશોક માંડલિયાએ હાસ્યની રેલમછેલ કરી હતી. જય શર્માએ માઉથઓર્ગન પર ફિલ્મી ધૂન વગાડીને દાદ મેળવી હતી. અશોક જોશી, નિરૂપમાબેન મહેતા, સરસ્વતીબેન માકાણી, પ્રદીપ જોશીએ ગરબા અને ભજનો રજૂ કર્યાં હતાં.

ક્લબના મંત્રી હેમંત ઠક્કર, લક્ષ્મણ માવાણી, પ્રભુભાઇ માકાણી, કાંતિભાઇ ઠક્કર, ગિરીશ વૈષ્ણવ, હર્ષદ સોની, દીપક શાહ અને હુસેન સુમરાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શિવશંકર નાકરે કર્યું હતું. સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમને 6100નું દાન અપાયું હતું.

રોહા સુમરીના વૃદ્ધાશ્રમ ખાતે વડીલનું સન્માન કરી રહેલા ક્લબના સભ્યો.

ભુજની જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમમાં કરાયું આયોજન

અન્ય સમાચારો પણ છે...