તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાખોના ખર્ચે વસાવાયેલું વેબ્રીજ ચેકીંગ મશીન બન્યું બીન ઉપયોગી

લાખોના ખર્ચે વસાવાયેલું વેબ્રીજ ચેકીંગ મશીન બન્યું બીન ઉપયોગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડાસમય પૂર્વે રાજય સરકારની ગ્રાન્ટમાંથી ભુજ મામલતદાર કચેરી ખાતે વેબ્રીજ ચેકીંગ મશીન વસાવાયું હતું. ત્યારે લાખોના ખર્ચે વસાવાયેલું મશીન હાલતો બીન ઉપયોગી હાલતમાં ભુજ મામલતદાર કચેરીના પરીસરમાં ધુળ ખાઇ રહ્યું છે.

ભુજ શહેર અને તાલુકામાં કાર્યરત વેબ્રીજમાં માલસામાન વહન કરીને જાતી ગાડીઓનું બરાબર ચેકીંગ થાય છે કેમ અને મશીનની સ્થિતી ચકાસવા હેતુ મેઇન્ટેનન્સની કામગીરી કરવા માટે વેબ્રીજ ચેકીંગ મશીન વસાવાયું હતું. આજથી અંદાજીત એકથી દોઢ વર્ષ પહેલાં ભુજ મામલતદાર કચેરી ખાતે મશીન લાવીને રખાયું હતું.

જયારે મશીન લવાયું ત્યારે સમયાંતરે ભુજ શહેર અને તાલુકાના અલગ અલગ વિસ્તારમાં તેના મારફત ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેવું તંત્રના સતાધીશોએ જણાવ્યું હતું. જોકે ખાસ્સો એવો સમય વીતી જવા છતાં આજ દિવસ સુધી એકલ દોકલ કિસ્સાને બાદ કરતાં મશીનનો નામ માત્ર પણ ઉપયોગ કરાયો નથી. સરકારે વેબ્રીજની તપાસણી માટે મશીન મુકયું પણ ઉપયોગના અભાવે મશીન ધુળ ખાતી હાલતમાં પડયું છે. ત્યારે તંત્રના સતાવાર સુત્રોને મશીન સાથેના વાહનનાો ઉપયોગ કેક કરાતો નથી તે અંગે પુછતાં એવો ખુલાસો કરાયો હતો કે ચેકીંગ વાહન ચલાવવા માટે ઓપરેટરની લાંબા સમયથી જગ્યા ભશતાં સમસ્યા સર્જાઇ છે. જોકે સરકાર સ્તરે જગ્યા ભરવા માટેની દરખાસ્ત કરાઇ છે. જો મંજુરી મળી જશે તો ટુંક સમયમાં ચેકીંગ મશીન કમ વાહનને કામ કરતું કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...