તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાયત્રી મંદિર રોડના ડિવાઇડર ઉપર દીવાલ તોડી કાટમાળ ખડકી દેવાયો

ગાયત્રી મંદિર રોડના ડિવાઇડર ઉપર દીવાલ તોડી કાટમાળ ખડકી દેવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંખેંગારબાગ અને શરદબાગના વચ્ચેથી ગાયત્રી મંદિર તરફ જતા રોડની વચ્ચે ડિવાઇડર છે, જેમાં રવિવારના કોન્ટ્રાકટરે દીવાલનો કાટમાળ પાથરી દીધો હતો, જે અકસ્માતે વાહન ચાલકો માટે જોખમ સર્જી શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખેંગારબાગના પાછળનો ભાગ રોડ બનાવવા માટે કટિંગમાં ગયો હતો, જે બાગની દીવાલ જેમની તેમ રાખી બંને બાજુ રોડ બનાવી વચ્ચે ડિવાઇડર બનાવી દેવાયો હતો. જે ડિવાઇડરમાં નગરપાલિકા દ્વારા ઇન્ટરલોક બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં દીવાલને તોડી તેનો કાટમાળ ડિવાઇડરની વચ્ચે પાથરી દેવાયો છે, જે અકસ્માતે વાહન ચાલક પડી જાય તો માથુ પથ્થરો સાથે અથડાવવાથી જાનહાનિ સર્જાઇ શકે તેમ છે, પરંતુ કોન્ટ્રાકટરે તેની પરવાહ કર્યા વિના તાત્કાલિક કાટમાળ અન્યત્ર ખસેડવાની તસદી લેવાને બદલે ડિવાઇડરમાં કાટમાળ પાથરી દીધો છે. જોકે, બાબતે નગરપતિ અશોકભાઇ હાથીએ જણાવ્યું હતું કે, દીવાલને કારણે ઇન્ટરલોક બ્લોકની શોભા ઘટી જાય તેમ હતી, જેથી કોન્ટ્રાકટરે દીવાલ તોડી નાખી છે. દીવાલનો કાટમાળ રસ્તાની વચ્ચે પડ્યો હોય તો વાહનોની અવરજવર માટે અડચણ રૂપ હતો, જેથી હાલ પૂરતો ડિવાઇડરની વચ્ચે રખાયો છે, જે ખસેડી લેવાશે અથવા તેને ઉપયોગમા લઇ લેવાશે.

રોડના ડિવાઇડર પર ફેંકી દેવાયેલો મલબો

ઇન્ટરલોક બ્લોક પાથરવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર ફેરા ટાળ્યા

અન્ય સમાચારો પણ છે...