તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘પાલિકા કચરા વિભાગીકરણ કેન્દ્ર સુધરાઇ નથી ચલાવતી’

‘પાલિકા કચરા વિભાગીકરણ કેન્દ્ર સુધરાઇ નથી ચલાવતી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ભુજનગરપાલિકા કચરા વિભાગીકરણ કેન્દ્ર સુધરાઇ નથી ચલાવતી’ એવું વિપક્ષીનેતાના 1 માસથી કચરાના વિકેન્દ્રિકરણની પ્રક્રિયા બંધ હોવાના આક્ષેપો બાદ નગરપતિએ ખુલાસો કર્યો હતો.

સુધરાઇના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મે મહિનાની 5મી તારીખે ભુજ નગરપાલિકા કચરા વિભાગીકરણ કેન્દ્રને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય અને નગરપતિ અશોકભાઇ હાથીના હસ્તે ખુલ્લું મૂકાયું હતું, જેમાં સૂકા અને લીલા કચરાને અલગ અલગ તારવાના હતા. લીલા કચરાને ખાતર માટે અને સૂકા કચરાને ડામર રોડ બનાવવાના ઉપયોગમાં લેવાની વાત કહેવાઇ હતી, જેથી 1 માસ બાદ શનિવારના મુલાકાત લીધી હતી, પરંતુ સ્થળ મુલાકાત બાદ માલૂમ પડ્યું કે, ખુલ્લું મૂકાયા બાદ તાળા લાગેલા છે. જે નગરપાલિકાએ ખોટી પ્રસિદ્ધ માટે પ્રજાના પૈસા વેડફ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.

વિપક્ષીનેતાના આક્ષેપો બાદ નગરપતિ અશોકભાઇ હાથીએ ખુલાસો કર્યો હતો કે, ભુજ નગરપાલિકા ફક્ત જમીન અને કચરો પૂરો પાડવાની જવાબદારી લીધી હતી. બાકી સહજીવન સંસ્થા દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરાવાની હતી. ભુજ નગરપાલિકા કચરા વિભાગીકરણ કેન્દ્રનું સંચાલન સુધરાઇ હસ્તક નથી, સહજીવન સંસ્થા હસ્તક છે, જેથી પ્રજાને છેતરવાનો પ્રશ્ન ઉભો નથી થતો.

અન્ય સમાચારો પણ છે...