તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિલેશ્વર મંદિર પાસે જોરદાર પવને વૃક્ષને વચ્ચેથી ભાંગી નાખ્યું

બિલેશ્વર મંદિર પાસે જોરદાર પવને વૃક્ષને વચ્ચેથી ભાંગી નાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંબિલેશ્વર મંદિર પાસે ટ્રસ્ટની દુકાનોને અડોઅડ વૃક્ષ છે, જે શનિવારે જોરદાર પવન ફૂંકાયા બાદ ચાલુ વરસાદે ભાંગી ગયુ હતુ, પરંતુ રવિવાર સુધી નગરપાલિકાની સેનિટેશન શાખાના કંટ્રોલ રૂમે તેને ઉપાડવાની તસદી લીધી નથી, જેથી વાહનો માટે અડચણરૂપ બની ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારના સાંજે મેઘરાજના આગમને પહેલા સુસવાટા મારતો જોરદાર પવન ફૂંકાયો હતો, જે બાદ તરત વરસાદ શરૂ થઇ ગયો હતો, જેમાં ટેક્ષીવાળી ગલીથી બિલેશ્વર મંદિર તરફ જતા માર્ગમાં ટ્રસ્ટની દુકાનોને અડોઅડ વૃક્ષ ઉપરના ભાગેથી બટકી ગયો હતો, જેથી શાખાઓ સાથેના પાંદડાનો ભાગ રોડ આડે આવી ગયો છે, પાલિકાના વોર્ડર્સને સેનિટેશન શાખામાં રિપોર્ટ કરવાનો હોય છે, પરંતુ વોર્ડર્સને એવી કામગીરીમાં રસ રૂચિ રહ્યા નથી, જેથી લોકોને હાલાકી ભોગવવી પડે છે.

તૂટી પડેલું વૃક્ષ

અન્ય સમાચારો પણ છે...