તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગટર સમસ્યાથી ત્રસ્ત મહિલાઓની બાળકો સાથે નગરપાલિકામાં ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટર સમસ્યાથી ત્રસ્ત મહિલાઓની બાળકો સાથે નગરપાલિકામાં ધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંવોર્ડ નંબર 1 અને 2માં ગટર સમસ્યા વકરી ગઇ હતી, જેથી મહિલાઓ બાળકો સાથે નગરપાલિકામાં ધસી આવી હતી, પરંતુ મુખ્ય અધિકારી ગેરહાજર હોવાથી ઉકેલ વિના પરત ફરી હતી.

ઉઘડતી કચેરીએ મહિલાઓએ ગટર બ્રાન્ચમાં પહોંચી ગઇ હતી, જ્યાં સંતોષકારક જવાબ મળ્યો હતો, જેથી મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા પાસે રજૂઆત કરવા ગઇ હતી, પરંતુ મુખ્ય અધિકારીની ચેમ્બર બંધ હતી, જેથી કલાકો સુધી દરવાજા પાસે બેસી રહી હતી. તે દરમિયાન વોર્ડ નંબર 2ના કોંગ્રેસી નગરસેવક માતંગ માલશી નામોરી અને વોર્ડ નંબર 3ના કોંગ્રેસી નગરસેવક કુંભાર ફકીરમામદ રમજુની નજર તેમની ઉપર પડી હતી. મહિલાઓની રજૂઆત સાંભળી બન્ને નગરસેવકો તેમની સાથે જોડાઇ ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને નગરસેવકો સક્રીય છે અને તેમના વોર્ડના લોકોની સમસ્યાની રજૂઆત કરવા અને ઉકેલવા નિયમિત સુધરાઇમાં આવતા જતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો