તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરની 39 સરકારી કચેરી પાસે ભુજ પાલિકા માગે છે 10.15 કરોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની 39 સરકારી કચેરી પાસે ભુજ પાલિકા માગે છે 10.15 કરોડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકા 39 જેટલી સરકારી કચેરી પાસે મિલકત વેરો અને પાણી વિતરણ સેવા ચાર્જ પેટે 10.15 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ માગે છે, પરંતુ સુધરાઇની વેરા વસૂલાત શાખા માત્ર નોટિસો આપી કાર્યવાહી કર્યાનો સંતોષ માની બેસી રહેતી હોવાથી બાકી લેણી રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.

નગરપાલિકાની કરવેરા શાખાના ચોપડે 42 હજાર જેટલી મિલકતો ચોપડે ચડી છે, જેમાં 5 હજાર જેટલી દબાણવાળી મિલકતો છે અને તેનાથી વધુ એટલે કે 7 હજાર જેટલી દબાણવાળી મિલકતો ચોપડે ચડી નથી. જે તમામ પાસેથી સરેરાશ 2 હજાર રૂપિયા નિયમિત વસૂલે તો દર વર્ષે 10 કરોડ જેટલી આવક થાય, પરંતુ વેરા વસૂલાત માટે સઘન કાર્યવાહી થતી હોવાથી ઉત્તરોત્તર બાકી લેણી રકમ વધતી થાય છે, જે વર્ષે વેરા વસૂલાત પેટે મળનારી 10 કરોડ રૂપિયાની રકમને પણ પાર કરીને 10.15 કરોડ સુધી પહોંચી ગઇ છે. જોકે, અરવિંદસિંહ જાડેજાએ ટેક્સ સુપરિટેન્ડેન્ટનો ચાર્જ સંભાળ્યા બાદ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેમાં કરવેરા સમિતિના ચેરપર્સન રેશ્માબેન ઝવેરીએ પણ અંગત રસ લીધો હોવાથી નોટિસો અને રિકવરી ક્લાર્કને મોકલી બાકીદારો પર દબાણ વધારવાની નીતિ અપનાવી છે, જેથી બાકીદાર સરકારી કચેરીઓ પણ કાગળ પરની કાર્યવાહી તરફ ધ્યાન આપવા લાગી છે.

વહીવટી પ્રક્રિયાઓને કારણે વહેલા-મોડા થાય

પાલિકાનીટેક્સ શાખાના ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારી કચેરીના બાકી લેણા વહીવટી પ્રક્રિયાને કારણે વહેલા મોડા થાય. માર્ચ એન્ડિંગમાં અાવે તો એપ્રિલમાં કે પછીના મહિને આવી જાય, જેથી પાણી કે અન્ય જોડાણ કાપવાની નોબત આવે.

સ્વાસ્થ્યસારવાર કેન્દ્રોએ પણ ચૂકવ્યા નથી

મેન્ટલહોસ્પિટલના 169466, હેલ્થ જી.ડબ્લ્યુ.એસ. (જલસેવા નગર) 568772, જિલ્લા ક્ષય નિવારણ અધિકારીના 274700 વસૂલાયા નથી.

વિકાસઅધિ.ઓની કચેરીઓ બાકાત નહીં

ભુજતાલુકા વિકાસ અધિકારીની કચેરીના 118612 અને કચ્છ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના 1792370 વસૂલવાના બાકી છે.

13 શિક્ષણ સંસ્થા પાસેથી 64 હજારથી 6.30 કરોડ નીકળે છે

આઇટીઆઇના1581061, આદર્શ નિવાસી શાળા (અ.જા.) છાત્રાલયના 1249650, ડીન જી.કે. જનરલ હોસ્પિ.ના 6058926, આંબેડકર છાત્રાલયના 336120, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના 547647, MSW કોલેજના 314487, લાલન કોલેજના 7827808, સંકલિત બાળવિકાસ સેવા યોજના આંગણવાડીના 64560, ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના 759139, યુનિવર્સિટીના 63008048, એન્જિનિયરિંગ કોલેજના 2806046, પોલિટેકનિકના 1223095, આંબેડકર છાત્રાલયના 264318 રૂપિયા મિલકત વેરો અને પાણી વિતરણ ચાર્જ પેટે વસૂલવાના બાકી છે.

સુધરાઇની કરવેરા શાખા માત્ર નોટિસો આપી માની લે છે કાર્યવાહી કર્યાનો સંતોષ

સરકાર સરકારને ચૂકવતી નથી મિલકત વેરો અને પાણી ચાર્જ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો