તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ યુનિ. 1.60 કરોડના ખર્ચે 16 સ્માર્ટક્લાસથી સજ્જ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ યુનિ. 1.60 કરોડના ખર્ચે 16 સ્માર્ટક્લાસથી સજ્જ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતનીઉચ્ચ યુનિવર્સિટીની જેમ કચ્છ યુનિ.ના વિદ્યાર્થીઓ માટે 1.60 કરોડના ખર્ચે 10 સ્માર્ટક્લાસ બનાવવામાં આવશે, જે અંતર્ગત યુનિવર્સિટીના સી-બ્લોકમાં 105 નંબરના ક્લાસને સ્માર્ટક્લાસનો ડેમો તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

બાબતે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, સ્માર્ટક્લાસમાં એક અદ્યતન પોડિયમ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ક્લાસ સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવશે, જેમાં પોડિયમની અંદર તમામ પ્રકારનો ડેટા ઇન્સ્ટોલ કરવામાં આવશે. કલાસમાં પેનડ્રાઇવથી પણ ભણાવી શકાશે, સેન્સરવાળા કેમેરા અને વોઇસ કનેક્ટિવિટી પણ લગાડવામાં આવશે, જેના કારણે કુલપતિ પોતાની ઓફિસમાંથી સ્માર્ટક્લાસમાં શું ચાલી રહ્યું છે, તેની ઉપર નજર રાખી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ખુરશી સાથે જોઇન્ટ ટેબ્લેટ મુકાશે, જેના દ્વારા ટચસ્ક્રીન મોબાઇલની જેમ તેઓ ભણી શકશે.

વધુ વિગતો આપતાં યુનિ.ના કુલપતિએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીની મદદથી વિદ્યાર્થીઓ મોબાઇલ પર ઘર બેઠા લેક્ચર એટેન્ડ કરી શકશે. વાઇ-ફાઇ સાથે સજ્જ સ્માર્ટક્લાસ હાલ માત્ર ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં ડિજિટલ ક્લાસની શરૂઆત કચ્છ યુનિ.થી થાય છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે.

ડિજિટલાઇઝેશનથી છાત્રો અદ્યતન પોડિયમની મદદથી ટચસ્ક્રીન મોબાઇલની જેમ ભણશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો