તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ પાલિકાના રાજીનામા મુદ્દે કલેકટરમાં તારીખ પે તારીખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ પાલિકાના રાજીનામા મુદ્દે કલેકટરમાં તારીખ પે તારીખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના2જા વોર્ડના નગરસેવકે ફર્જી રાજીનામા આક્ષેપ સાથે કલેકટર કચેરીમાં ફરિયાદ કરી હતી, જેની સોમવારના તારીખ હતી. પરંતુ આધારો રજુ કરવા મુદ્દે 30મી તારીખ પડી હતી.

વોર્ડ નંબર 3ના કુંભાર ફકીરમામદ રમજુએ જણાવ્યું હતું કે, વારંવાર રજુઆત કરવા છતા 2જા વોર્ડની ગટર અને પાણી સમસ્યાનો ઉકેલ આવતો હોવાથી કોંગ્રેસી નગરસેવક સુલેમાન કાસમ હિંગોરજાએ રાજુનામું આપવાની ચીમકી આપી હતી.

જે દરમિયાન કોઇએ ફર્જી રાજીનામું આપી દીધું છે. એવી દલીલ સાથે સુધરાઇના વિપક્ષે કલેકટર પાસે દાદ માગી હતી. જેની સોમવારના તારીખ હતી. પરંતુ નગરપતિ અશોકભાઇ હાથી અને હેડ કલાર્ક જયંત લિંબાચિયા સિવાય જવાબદાર મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા હાજર રહ્યા હતા. જેઅો ફરિયાદ પક્ષની માગણી મુજબ અસલ રાજીનામું અને આધારો રજુ કરી શક્યા હતા. જેથી 30મી તારીખ પડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં પણ કેસ ચાલુ છે. જ્યાં 22મી તારીખ પડી છે.

જોકે, નગરપાલિકામાં બંને પક્ષે રમજુ ફેલાઇ હતી અને શાસક પક્ષના નગરસેવકોએ જણાવ્યું હતું કે, તમે રાજીનામાની નકલ હાઇકોર્ટના જજ પાસે પણ મોકલી દીધી હતી, જેથી તમે જીતો તેવી શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો