તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગટરના પાણીને વાડીમાં વાળવા અવરોધ કરનારા સામે થશે FIR

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટરના પાણીને વાડીમાં વાળવા અવરોધ કરનારા સામે થશે FIR

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકા દ્વારા પાથરવામાં આવેલી ગટરની લાઇનની ચેમ્બરમાં રેતીના બાજકા નાખી ગંદા પાણીને ખેતર અને વાડીમાં વાળવામાં આવે છે, જેથી સુધરાઇ દ્વારા આજથી તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

ડ્રેનેજ બ્રાન્ચના ચેરમેન અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન, 36 મીટર રિંગરોડ, મિરજાપર પાટિયા પાસે, સુરલભીટ રોડ, નાગોર રોડ પાસે ખેતર અને વાડીઓ આવેલી છે. જેના માલિકો ગટરના ગંદા પાણીને પાકના પોષણ માટે ખેર અને વાડીમાં વાળી રહ્યા છે. જે માટે તેઓ ચેમ્બરમાં રેતીના બાજકા નાખી અવરોધ ઉભો કરે છે. જેના કારણે ગટરની લાઇનો બેસવા લાગી છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 અને 3ના રહેણાક વિસ્તારોમાં ગટર ભરાઇ જવાના બનાવો બની રહ્યા છે.

જે બાબતે નગરપતિ અશોકભાઇ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ડ્રેનેજ બ્રાન્ચના એન્જિનિયર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા સાથે બેઠક યોજવામાં આવી હતી.

જે બેઠકમાં તમામ ચેમ્બરનો સર્વે કરવાનો નિર્ણય લેવાયો હતો. સર્વે દરમિયાન જે ચેમ્બરમાં જેમણે અવરોધ કર્યા હોય તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. જે કામગીરી મંગળવારથી શરૂ કરી દેવાશે.

ભુજમાં ચેમ્બરમાં રેતીના બાજકા નાખી ગંદા પાણીના વહેણ અટકાવતા હોવાથી લાઇન બેસે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો