સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજોડી મુકામે નિ:શુલ્ક સ્વરોજગારી તાલીમ

ભુજ: દેનાગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભુજોડી ખાતે ટુંક સમયમાં મોબાઇલ કમ્પ્યૂટર હાર્ડવેર એન્ડ નેટવકિંગ, એસી, રેફ્રીજરેટર, ટીવી, ટુ વ્હીલર રીપેરીંગ વગેરે હોમ એપ્લાયઇન્સ રિપેરીંગ તાલીમ શરૂ થનાર છે,જેમાં ટેકનીકલ કામ સાથે સેલ્સ અને માર્કેટીંગ, બજાર વ્યવસ્થા, કિંમત નક્કી કરવી, એકાઉન્ટર રાખવું, આત્મા વિશ્વાસ, ગ્રાહ સાથે વર્તન, સરકારી ધંધાલક્ષી ઉપલબ્ધ સ્કીમો, મેનેજમેન્ટ તથા આર્થિક જરૂરીયાત માટે લોન માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. સંસ્થા દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક હોઇ તાલીમમાં જોડાવા ઇચ્છુક આરસેટી ઓફિસ ભુજોડી પર નામ નોંધાવવી જવા. માહિતી માટે ફો.654094 પર સંપર્ક કરવો.

દયાપરમાંસ્પીચથેરાપી કેમ્પ

ભુજ: જિલ્લાસમસ્ત બ્રહ્મસમાજ તથા લખપત તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કન્યા પ્રાથમિક શાળા, બીઆરસી ભવન પાસે, દયાપર ખાતે તા.૧૨/૨ રવિવારે સવારે ૯:૩૦ થી ૧૨ દરમ્યાન બોલવામાં ખામી તથા બાળમાનોરોગો માટેનો નિદાન કેમ્પ જેમાં બોલવામાં ખચકાટ,અપૂરતો ભાષા વિકાસ તથા મગજનો અપૂરતો વિકાસ, મગજનો લકવો, જન્મજાત બહેરાશ,ઓટીઝમ,બાળકના વધુ પડતા તોફાન, ભણવામાં ધ્યાન ના આપવું જેવી તકલીફ ધરાવતા થી ૧૬ વર્ષનાં બાળકો માટે તથા વિધાર્થીઓ માટેનો નિદાન કેમ્પ યોજેલ છે. નિદાન કેમ્પમાં સાયકોથેરાપી,બાળમનોરોગો, ઓટીઝમ તથા બોલવામાં ખામી ધરાવતા બાળકોનાં સ્પેશિયાલિસ્ટ ડો. ગૌરાંગ જોષી પોતાની સેવા આપશે. વધું માહિતી માટે મો. ૯૪૨૭૧૮૨૨૦૯ પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...