તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારમાં ‘અમનનો ઓટલો’ જરૂરતમંદને રોટલો આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં ‘અમનનો ઓટલો’ જરૂરતમંદને રોટલો આપશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળવાગડના અને વર્ષો સુધી મુંબઇમાં સંસ્થા દ્વારા હજારો પાગલ લોકોને સાજા કરી વતન મોકલનારા સેવાભાવી દયારામ નાગજી સુંબડે અંજારની જરૂરતમંદ વ્યક્તિઓ માટે અમનનો ઓટલો શરૂ કરવા જઇ રહ્યા છે, જ્યાં દરરોજ ખાવાનું બનાવી ટિફિન તેમજ લોકો દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ જરૂરતમંદ વ્યક્તિઓને પહોંચાડવામાં આવશે.

મૂળ સામખિયાળી અને હાલ છેલ્લા 6 વર્ષથી અંજાર રહેતા અને રેડિમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરતા દયારામ સુંબડ અંજારમાં અમનનો ઓટલો શરૂ કરવા જઇ રહ્યા છે. પોતાની દુકાનની બહારની બાજુ બનાવેલા બે ઓટલાનું નામ તેમણે અમનનો ઓટલો રાખ્યું છે. ઓટલાઓ પર તેઓ જરૂરતમંદ લોકો માટે ખાવાનું બનાવી એવા લોકોને પહોંચાડશે જે લોકોને ખાવા માટે અનાજ નથી, પરંતુ તેઓ માગી નથી શકતા. અમનનો ઓટલા વિશે તેઓઓ જણાવ્યું હતું કે, ખાવા સિવાયા ધાન, કપડાં અને કોઇ પણ ચીજ જે વાપરવા યોગ્ય હોય તે સ્વીકારી એવા લોકોને આપવામાં આવશે જે લોકોને ખરેખર જરૂર હોય. માટે તેઓએ પોતાની કમાણીના 50 ટકા રકમ પણ આવા કામોમાં વાપરવાની તૈયારી બતાવી હતી.વર્ષોથી મુંબઇની શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશન સાથે જોડાયેલા દયારામભાઇએ કચ્છના અને ગુજરાતભરના અનેક ભટકતા અને પાગલ થઇ ગયેલા લોકોને સાજા કરી સમાજમાં પુનર્વસન કરાવ્યું હતું. કામની પ્રેરણાને લઇને દયારામે જણાવ્યું કે, તેઓ પણ કપરી પરિસ્થિતિઓ અને કુદરતના માર ઝીલી આજે ફરી બેઠા થયા છે, જેથી પોતાના જેવા અનેક લોકોને તેમના જીવનમાં ફરી બેઠા કરવાથી તેમને ઇશ્વરના આશીર્વાદ મળતા હોવાથી તેઓ ભગીરથ કાર્ય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અમનનો ઓટલો વિશે તેમણે વધુમાં જણાવ્યું કે, પોતાના પુત્ર અમનના નામથી શરૂ કરેલા અમનના ઓટલા માટે તેઓ લોકો પાસેથી ચેક કે રોકડ સિવાય અન્ય વસ્તુઓ સ્વીકારશે. મહત્ત્વનું છે કે, આગામી 24 તારીખથી શરૂ થનારા અમનનો ઓટલો અનેકને રોટલો આપી લોકોને સહાયરૂપ થશે.

વાગડના સેવાભાવી પોતાની કમાઇના 50 ટકા ગરીબોમાં વહેંચશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો