તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શક્તિસિંહના શબ્દો રેકર્ડ પરથી દૂર તેવું કહેતા દેકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્તિસિંહના શબ્દો રેકર્ડ પરથી દૂર તેવું કહેતા દેકારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયું ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટીકા કરી હતી. ટીકાનો જવાબ કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વિધાનસભા ગૃહમાં આપ્યો હતો. આવી રીતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વિશે પણ તેમણે ટિપ્પણી કરી હતી. બંને સામેના શબ્દોને રેકર્ડ પરથી દૂર કરવાની જાહેરાત અધ્યક્ષ સ્થાનેથી શંભુજી ઠાકોરે કરતા શક્તિસિંહ તેમનો પક્ષ રજૂ કરવા ઊભા થતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તરત ઊભા થતા ભાજપના તમામ ધારાસભ્યો ઊભા થઇ ગયા હતા. પછી તરત બલવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના ધારાસભ્યોને ઇશારો કરતા તેઓ પણ ઊભા થઇ જતા બંને પક્ષો શોરબકોર, હોહા શરૂ થઇ ગઇ હતી. છેવટે અધ્યક્ષે શક્તિસિંહને તેમનો પક્ષ અલગથી તેમની કાર્યાલયમાં આ‌વીને રજૂ કરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો