તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદમાં કચ્છની પાંજરાપોળોને સતાવતી સમસ્યાઓ રજૂ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કચ્છની પાંજરાપોળોને સતાવતી સમસ્યાઓ રજૂ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંઅમદાવાદ ખાતે આયોજિત રાજ્યભરની ગૌશાળા-પાંજરાપોળના સંમેલનમાં કચ્છને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી. દ્વિદિવસીય કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી 1200 જેટલા ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.

દૈનિક લાખો પશુઓનો નિભાવ કરતી પાંજરાપોળોને નડતી આર્થિક સમસ્યાઓ, ઘાસચારાની મુશ્કેલી, સબસિડીનું અનિયમિત ચૂકવણુ સહિતના મુદ્દે સંમેલનની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરાઇ હતી. જેમના પ્રત્યુત્તરમાં તેમણે તમામ બાબતે સહકાર આપવાની ખાતરી આપી હતી.તેમણે રાજ્યમાં 250 જેટલા નંદીઘર શરૂ કરવા રાજ્ય સરકારે 88.42 કરોડનો બજેટ ફાળવ્યું હોવાનું જણાવ્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળ પશુઓનો નિભાવ કરે છે. તે બાબત સરાહનીય છે. તેમ કહેતા સરકાર અબોલ જીવો માટે ચિંતિત હોવાનું કહ્યું હતું.

સમસ્ત મહાજનના ગિરીશ શાહ, મહેન્દ્ર સંગોઇ, રમેશ ગાલા, હર્ષદ શાહ, ગૌ સેવા અધ્યક્ષ ડો. વલ્લભ કથિરિયા તેમજ રાજ્યની 600 પાંજરાપોળના 1200 જેટલા ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો