તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં સેવાકીય સંસ્થાના પ્રમુખનું કરાયું વિશેષ સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં સેવાકીય સંસ્થાના પ્રમુખનું કરાયું વિશેષ સન્માન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનામહાવીર કલ્યાણ કેન્દ્રના પ્રમુખના અભિવાદન સમારોહમાં દાતાઓ વરસતાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાતાઓ વરસતાં 8.11 લાખનું દાન એકત્ર થયું હતું.

સંસ્થાના અધ્યક્ષ અને સમાજરત્નનું બિરૂદ મેળવનારા વી.જી. મહેતાને સન્માનવા માટે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાઓની પ્રવૃત્તિઓથી પ્રભાવિત દાતાઓએ દાન જાહેર કર્યું હતું.

કુંવરબેન દોશી તરફથી 3 લાખ, ધનગૌરીબેન દોશી પરિવારે 1.51 લાખ, સમારોહના અધ્યક્ષ શશિકાંત મોરબિયા 1.51 લાખ, મુંબઇના સોનીભાઇઓ તરફથી 51 હજાર, નવિનભાઇ પૂજ 41 હજાર, લીલાવંતીબેન જેઠાલાલ, શારદાબેન મહેતા, મોહનલાલ કાકરેચા પ્રત્યેકના 25 હજાર મળીને 8.11 લાખનું દાન જાહેર કરાયું હતું.

સન્માનનો પ્રત્યુત્તર આપતાં જૈન અગ્રણીએ માતા-પિતાના સંસ્કાર, કાર્યકરો અને દાતાઓના સહયોગ થકી સંસ્થા દ્વારા સેવાની અવિરત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવ્યું હતું.

દલીચંદ મહેતાના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં રમણિકલાલ મહેતા, કમલ મહેતા, ચંદુભાઇ ગઢેચા સહિતના આગેવાનો અને શહેરની 22 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તકે 50 જેટલા દિવ્યાંગનું સન્માન કરાયું હતું. સંચાલન દિનેશ શાહે અને આભારદર્શન વિજય મહેતાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો