તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અહો આશ્ચર્યમ્! ભુજ શહેરમાં CCરોડ પાછળ હજી વધુ 1.10 કરોડ ખર્ચાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહો આશ્ચર્યમ્! ભુજ શહેરમાં CCરોડ પાછળ હજી વધુ 1.10 કરોડ ખર્ચાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકા દ્વારા સંસ્કારનગર વિસ્તારમાં 80 લાખ અને જૂની રાવલવાડી, ગાયત્રી ચોક પાસેના દલિતવાસમાં 30 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે, જેમાં ક્યાં અને કેટલા રોડ બનવાના છે તે બતાવાયું હોવાથી 1.10 કરોડના ખર્ચથી આશ્ચર્ય ફેલાયું છે.

મુખ્ય અધિકારી નહી પરંતુ ક્લાર્કની સહી સાથે મોકલાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે, સંસ્કારનગર વિસ્તારમાં યુ.ડી.પી. 88ની ગ્રાન્ટ અને જનભાગીદારીથી 80 લાખના ખર્ચે બનનારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.

જ્યારે જૂની રાવલવાડી વિસ્તારમાં 30 લાખના ખર્ચે બનનારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે, જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, સુધરાઇ પ્રમુખ અશોકભાઇ હાથીએ શ્રીફળ વધેરી ધાર્મિક વિધિ કરી હતી. તકે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ડો. રામ ગઢવી, મહિદીપસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર, ચૌલાબેન સોની સહિતના હાજર રહ્યા હતા. એવું ગૌરાંગ આચાર્યએ જણાવ્યું હતું.

ખાતમુહૂર્તમાં હાજર અગ્રણીઓ

સંસ્કારનગર વિસ્તારમાં 80 લાખ અને જૂની રાવલવાડી, ગાયત્રી ચોક પાસે દલિતવાસમાં 30 લાખ વપરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો