તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરિષ્ઠ નાગરિકોને STમાં 50 ટકા રાહત આપવા કચ્છમાં બૂલંદ માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરિષ્ઠ નાગરિકોને STમાં 50 ટકા રાહત આપવા કચ્છમાં બૂલંદ માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાવરિષ્ઠ નાગરિકોને એસટીની સેવામાં 50 ટકા રાહત મળે તેવી રજૂઆત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી પસે સમય મળે તેવી માંગ કરવામાં આવી છે.

સિનિયર સિટીઝન ફેડરેશનના અધ્યક્ષ શંકર ઠક્કર, કચ્છ જિલ્લા સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ વિજય પુરોહિત, મુખ્ય રજૂઆતકર્તા વરિષ્ઠ નાગરિક ભુજના કે.વી. ભાવસાર અને કચ્છ જીલ્લા સિનિયર સિટીઝન કાઉન્સિલના ઉપપ્રમુખ શશિકાંત ઠક્કરે વિસ્તારની દૃષ્ટિએ મોટા કચ્છ જિલ્લાના આવા નાગરિકોની આંકડાકીય માહિતી સાથે તમામ ધારાસભ્યોને પત્ર લખી મુખ્યમંત્રીનો સમય માગ્યો છે અને ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે અને આંતરરાષ્ટ્રીય સિનિયર સિટીઝન દિવસ પહેલાં રજૂઆત મુખ્યમંત્રી સાથે મુલાકાત ગોઠવાય તેવી તાકીદ કરી હતી. પહેલાં મુદ્દા માટે ગુજરાત રાજ્ય બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ માત્ર માગણી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી, તેવો જવાબ મળ્યો હતોે.

શું છે વરિષ્ઠ નાગરિકોની માગણીઓ

રાજ્યના80થી 90 ટકા સિનિયર સિટીઝનોને માત્ર ને માત્ર મેડિકલ સારવાર મેળવવા મેગાસિટી અમદાવાદ, મેટ્રોસિટી સુરત, વડોદરા, રાજકોટમાં 50 ટકા રાહતનો એસટી સેવામાં લાભ મળવો જોઇએ. સેવાનો લાભ લોકલ કે એક્સપ્રેસ બસમાં મળે, કોઇપણ સંજોગોમાં એસી કે વોલ્વો બસમાં સેવાનો લાભ મળવો જોઇએ નહીં. રાજ્ય સરકાર અથવા એસટી નિગમ અમદાવાદ જે નિયમો જાહેર કરે તે નિયમોની મર્યાદામાં સેવાનો લાભ મળવો જોઇએ. સરકારના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ઓળખકાર્ડ કે અન્ય સરકારી માન્ય કાર્ડ દ્વારા ફોટોવાળું ઓળખપત્ર રજૂ કર્યા બાદ સેવાનો લાભ કાયમી ધોરણે મળવો જોઇએ. ગુજરાત રાજ્યની એસટી સેવાની બસો આંતરરાજ્યોમાં જાય છે, તે બસોમાં સેવાનો લાભ મળવો જોઇએ નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો