તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં ઉઘરાણી બાબતે યુવાન પીટાયો : વિથોણમાં વુદ્ધાએ એસિડ ગટગટાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં ઉઘરાણી બાબતે યુવાન પીટાયો : વિથોણમાં વુદ્ધાએ એસિડ ગટગટાવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંઉધાર રૂપિયા આપવાનું કહી યુવાનને શખ્સે માર માર્યો હતો જ્યારે નખત્રાણા તાલુકાના વિથોણમાં પડોશી પાસેથી ઉછીના રૂપિયા મુદે બોલાચાલી થતાં વૃધ્ધ મહિલાએ એસીડ પી લેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંજોગનગર વિસ્તારના મોટા પીર રોડ પર રહેતા જુસબ કાસમ શેખ (ઉ.વ.22) રવિવારે બપોરે રૂપિયા લઇને જતો હતો ત્યારે ગની જતની હોટલ બહાર સતાર મેમણ નામના શખ્સે રૂપિયાની માંગણી કરી હતી જે આપતાં સતારે માર મારતાં જુસબને ડાબા તથા ખભાના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે વિથોણના મફતનગરમાં રહેતા મેઘબાઇ કાનજી મહેશ્વરી (ઉ.વ.60)એ તેમની પાડીશમાં રહેતા રાણબાઇને 5 હજાર આપ્યા હતા જેની માગણી કરતાં રાણબાઇએ ગાળો આપતાં મેધબાઇએ એસિડ પી લીધું હતું પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો