તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વનતંત્રના કામદારોને વિવિધ સરકારી લાભો આપવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનતંત્રના કામદારોને વિવિધ સરકારી લાભો આપવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વનવિભાગનીવિવિધ રેન્જમાં કામ કરતા અલગ-અલગ શ્રેણીના કામદારોને સરકારી લાભો અપાવવા માંગ કરાઇ છે.

કચ્છ જિલ્લા મઝદૂર વિકાસમંચના પ્રમુખ દર્શક અંતાણી અને ધારાશાસ્ત્રી યોગેશ મહેતાના જણાવ્યા મુજબ સર્વોચ્ચ અદાલતના ગુજરાત સરકાર વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ મુજબ પેન્શન, ગ્રેચ્યુઇટી, મોંઘવારી ભથ્થું, ઘરભાડું, તબીબી ભથ્થું સહિતની સુવિધાઓ આપવા માટે જણાવાયું હતું.

વનવિભાગ દ્વારા તો ઠરાવમાં એક વધારાની જોગવાઇ પણ ઉમેરાઇ હતી કે રોજમદારોને પ્રવર્તમાન વેતન મુજબ દૈનિક વેતન મળવાપાત્ર થશે. જો વર્ષમાં 240 દિવસથી વધુ હાજરી હશે તો તેમને સવેતન રવિવાર, રાષ્ટ્રિય તહેવારોની રજાઓ તેમજ તબીબી સવલતો મળશે. ઉપરાંત સ્થાનિક વળતર ભથ્થામાં ઘરભાડાનો પણ ઉલ્લેખ છે.

બધી સુવિધાઓનો લાભ દેવા અંગેનો જીઆર હોવા છતાં રકમ ચૂકવણીના વાઉચરો ઇરાદાપૂર્વક બનાવાતાં નથી. ગ્રાન્ટ હોવા છતાં પગાર મોડો કરાય છે. કાયમી કરાયેલા કામદારોને કાયદેસરની રજાઓ પૂરી પડાતી નથી. નલિયા વિસ્તરણ રેન્જ સિવાયના કામદારોને તો સર્વિસ બુક સુદ્ધાં આપવામાં નથી આવી. જો બધી માગણીઓ સત્વરે ઉકેલવામાં નહીં આવે તો કચ્છ જિલ્લા મઝદૂર મંચને કામદારો વતી કાનૂની લડત ઉપાડવા માટે મજબૂર થવું પડશે તેવી હોદ્દેદારોએ લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો