તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માતાના મઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ રહે છે કાયમ ‘ઘેર’હાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાના મઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ રહે છે કાયમ ‘ઘેર’હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તીર્થધામમાતાના મઢમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જેમાં લાંબા સમયથી કાયમી ડોકટરની જગ્યા ખાલી પડી છે. ઇન્ચાર્જ તબીબને સપ્તાહમાં 3 દિવસ હાજરી પૂરાવાની હોય છે. પરંતુ તેઓ પણ આવતા હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ પંચાયતના સરપંચ હમીદાબેન કાસમ કુંભારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે, જેમાં જણાવાયું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી ડોકટરની જગ્યા ખાલી પડેલી છે. દવાખાનામાં પૂરતો સ્ટાફ પણ નથી, જેથી સ્થાનિકે લોકો અને યાત્રિકોને આરોગ્ય સુવિધાથી વંચિત રહેવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં માતાના મઢમાં જે ડોકટરને મૂકવામાં આવ્યા છે તે પણ હાજર રહેતા નથી. સ્થાનિક સ્ટાફ પણ સમયસર ફરજ બજાવતા નથી, જેથી ત્વરાએ કાયમી ડોકટર અને પૂરતા પ્રમાણમાં સ્ટાફની નિમણૂક કરવી અતિ આવશ્યક છે.

માતાના મઢમાં માત્ર કચ્છ નહી, પરંતુ દેશમાંથી લોકો દર્શનાર્થે અવે છે. જેમને અચાનક પ્રાથમિક સારવાર આપવામાં મુશ્કેલી પડે છે. સતત અવરજવર રહેતી હોવાથી તબીબી સ્ટાફ વિના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો