તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજની સંસ્થા વર્ષે 10 હજાર ચકલી ઘર દેશ વિદેશમાં વિતરણ કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની સંસ્થા વર્ષે 10 હજાર ચકલી- ઘર દેશ-વિદેશમાં વિતરણ કરે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનીમાનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે 10,000 ચકલીઘર દેશ અને વિદેશમાં વિતરણ કરવામાં આવે છે.

બાબતે વિશ્વ ચકલી દિનની પુર્વ સંધ્યાએ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે,ત્રણ વર્ષ પહેલાં અમે અબોલ પશુ-પક્ષીઓ તરસે મરે તેવા ઉદ્દેશથી ચકલીઘર અને કુંડા બનાવી લોકોને વિતરણ કરવાનું શરૂ કર્યું હતું અમારો ઉદ્દેશ માત્ર એટલો હતો કે જો દરેક ઘરે ચકલી ઘર હશે તો ચકલીઓની તરસ છીપાશે.

કાળઝાળ ઉનાળાના તાપમાં મુંગા પક્ષી બોલી નથી શકતા અને તરસને કારણે તેનું મૃત્યુ પણ થાય છે ત્યારે જો દરેક ઘર,શાળા,કચેરીઓ અને જાહેર સ્થળે ચકલીઘર અને કુંડા રાખેલા હોય તો અબોલ જીવને પાણીની તરસ છીપાવવામાં તકલીફ પડે.

પ્રોજેક્ટ ચાલુ કર્યો અને તેને જબરો પ્રતિસાદ મળ્યો આજે આખા ભારતમાંથી અહીં આવતા પ્રવાસીઓ તો ચકલીઘર કલાત્મક અને કલરફુલ હોવાથી લઇ જાય છે તો વિદેશી ટુરિસ્ટો પણ ચકલીઘર લઇ જાય છે.અનેક દેશોના પ્રવાસીઓ ખાસ ચકલીઘર અહીંથી લઇ જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે વિશ્વ ચકલી દિવસ મનાવાઇ રહ્યો છે ત્યારે અમારી સંસ્થા દ્વારા અલગ અલગ જગ્યાએ 3000 ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે,અમે ચકલીઘર નિશુલ્ક આપીએ છીએ.બીજી સંસ્થાઓ પણ અમારી પાસેથી ચકલીઘર લઇ વિતરણ કરે છે.હું સૌ લોકોને અપીલ કરું છું કે ચકલીઘર અને કુંડા પોતાના ઘરે રાખે અને અબોલ પશુ-પક્ષીની તરસ છીપાવી જીવદયાના કામમાં સહભાગી બને.

વિશ્વ ચકલી દિને 3000 કલરફુલ ચકલીઘર વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો