તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મઢની નવરાત્રિ માટે ગત વર્ષ કરતાં 30 વધુ ST બસો ફાળવાઇ

મઢની નવરાત્રિ માટે ગત વર્ષ કરતાં 30 વધુ ST બસો ફાળવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુવર્ષે નવરાત્રિ દરમિયાન માતાના મઢ ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આવા-જાહી માટે સવલતોમાં વધારો કરતા ભુજ એસ.ટી. ડેપોએ ગત વર્ષ કરતા 30 બસો વધારે ફાળવી છે.

એસ.ટી.ના વિભાગીય નિયામક બી.એન. ચારોલાએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ થતાં વર્ષે નવરાત્રિ દરમિયાન સ્થાનિક યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. સિવાય દર વર્ષે લાખોની સંખ્યામાં દેશના વિભિન્ન પ્રાંતોમાંથી ભક્તોનો ધસારો તો રહે છે. વાતને ધ્યાનમાં રાખી તેમજ શ્રદ્ધાળુઓને કોઇ પ્રકારની તકલીફ પડે તે માટે વર્ષે ભુજ ડેપો દ્વારા 200 જેટલી બસ ખાસ મઢ માટે ફાળવવામાં આવી છે, જેમાં 150 બસ બહારના ડેપોમાંથી મગાવવામાં આવશે તેમજ 50 બસ ભુજ ડેપોની રહેશે. ગત વર્ષે 110 બસ બહારની, જ્યારે 60 ભુજ ડેપોની મળી કુલ 170 બસ વ્યવસ્થામાં રાખવામાં આવી હતી. સિવાય ગઇ સાલ ભુજ ડેપોને નવરાત્રિ દરમિયાન રૂા.71 લાખનો નફો થયો હતો, જે વર્ષે વધીને રૂા. 90 લાખ સુધી પહોંચી જશે, તેવી આશા પણ વ્યક્ત કરી હતી. સિવાય તેમણે જણાવ્યું કે, આગામી 27મી સપ્ટેમ્બરથી લઇ 9મી ઓક્ટોબર સુધી અયોજનને ધ્યાને લઇ બસોને દોડાવવામાં આવશે તેમજ પ્રથમ પાંચ દિવસ સુધી 24 કલાક અવિરત આવવા તથા જવા માટે બસોની સર્વિસ ચાલુ રખાશે. બાદમાં પણ જો ટ્રાફિક મળી રહેશે, તો મોડી રાત્રિ સુધી સેવા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...