• Gujarati News
  • National
  • અંજારમાં વેલસ્પનની લોક સુનાવણીમાં ઉઠ્યો વિરોધ

અંજારમાં વેલસ્પનની લોક સુનાવણીમાં ઉઠ્યો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસામેડીમાંસ્થપાનારા વેલ્સ્પન કંપનીના નવા પ્લાન્ટ માટે અંજારમાં બુધવારે યોજાયેલી જન સુનાવણીમાં જમીનમાં સર્વે નંબર, પર્યાવરણ, સ્થાનિક રોજગારીના મુદ્દે વિરોધ .ઠ્યો હતો.

અંજાર ઉપરાંત વરસામેડી, અજાપર ખારાપસવારિયાના માજી સરપંચ કરશન રબારી, સતાપરના માજી સરપંચ દિનેશ માતા તેમજ ગળપાદર, મોડવદર વગેરે ગામોના લોકો અગ્રણીઅોની હાજરીમાં સૂચિત પ્રોજેક્ટના નકશાનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું ત્યારે તેમાં જમીનના સર્વે નંબર હોવાથી વિરોધ કરાયો હતો. સિવાય મુખ્યત્વે પર્યાવરણનું સંતુલન ખોરવાય સ્થાનિક લોકોને રોજગારી મળે માટે બુલંદ માંગ કરાઇ હતી. અખબારી નિવેદનોમાં ઉગ્ર વિરોધ કરનારી લોક અધિકાર મંચ જેવી સંસ્થાઓ માત્ર આવેદન પત્ર પાઠવી વિવિધ મુદ્દા રજૂ કર્યા હતા.

સુનાવણી દસ કિલોમીટરની ત્રિજયામાં આવતા ગામોના લોકો માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કનુભાઇ ચૌધરી તેમજ કચ્છના અધિક નિવાસી કલેકટર ઇન્દ્રજિતસિંહ વાળાની હાજરીમાં યોજાઇ હતી. જેમાં અંજારના દીપક પંડ્યાએ એમ પણ જણાવ્યું હતું કે, અંજારમાં કંપની દ્વારા બનાવાયેલા બે સર્કલની સંભાળ લેવાતી નથી. અંજાર માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે. તો ધનજીભાઇ સોરઠિયા અને ડેની શાહે નગરપાલિકા સાથે કંપની દ્વારા ગટરના પાણીની કામગીરીમાંથી પાલિકાને આવક ઉભી કરાવી શકે છે તેમ જણાવ્યું હતું. અરજણ ખટારિયાએ સ્થાનિક રોજગારી વધારવા પર ભાર મૂક્યો હતો.

કંપની વતી ડાયરેકટર અશ્વિન ચક્રવર્તિએ નવા પ્લાન્ટ માટે પર્યાવરણનો ખ્યાલ રાખવામાં આવ્યો હોવાનું તેમજ લોક સુનાવણીમાં ઉભા થયેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

પર્યાવરણ જાળવવા : સ્થાનિક રોજગારી આપવા માંગ

સૂચિત પ્લાન્ટની જમીનનો સર્વે નંબર દર્શાવાયાે

અન્ય સમાચારો પણ છે...