તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PMના જન્મદિ’ની ઉજવણી માટે પાલિકા આજથી કરશે સફાઇ

PMના જન્મદિ’ની ઉજવણી માટે પાલિકા આજથી કરશે સફાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી અનોખી રીતે થવાની છે, જેમાં 15મી 17મી સપ્ટેમ્બર સુધી અગિયાર વોર્ડમાં ક્રમશ: સમૂહ સફાઇ કરાશે, જેનો પ્રારંભ આજે સવારે 8 વાગ્યે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ પાસેથી થશે.

નગરપતિ અશોકભાઇ હાથીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇનો જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરે છે. તેઓ આખા ભારતમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, જેથી તેમના જન્મદિવસની ઉજવણી પણ ગુરુવારથી શનિવાર સુધી શહેરના દરેક વોર્ડમાં ક્રમશ: સમૂહ સફાઇ દ્વારા કરવાનું આયોજન કરાયું છે.

કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સવારે મહાદેવ નાકાથી ઉપલીપાળ, નાગરચકલો, ગેરવાળી વંડી, શરાફ બજાર, વાણિયાવાડ, મહેરઅલી ચોક, પંચમુખા હનુમાન શેરી, અનમ રિંગરોડ, વોકળા ફળિયા, મેઇન બજાર, દરબાર ગઢ ચોક સુધી સાફ સફાઇ કર્યા બાદ બપોરે ફરી 3 વાગ્યે સૌ જૂના રેલવે સ્ટેશન પાસે ફરી એકઠા થશે અને સેજવાલા માતમ, બાવાગોર, સોનીવાડ, આશાપુરા રિંગરોડ, છાત્રા ફળિયા અને ભીડ અંદરનો વિસ્તાર આવરી લેવાશે.

સેનિટેશન શાખાના ચેરમેન ધીરેન ઠક્કરે કહ્યું હતું કે, સેનિટેશન ચીફ ઇન્સ્પેક્ટર કલ્યાણસિંહ સોઢાની ટીમ રીતે બીજે દિવસે શુક્રવારે ભીડ ગેટ, પોલીસ ચોકી અને આત્મારામ સર્કલ પાસે એકઠા થશે અને વોર્ડ નં. 2 અને 3ના વિસ્તારમાં સાફ સફાઇ કરશે. શનિવારે ડો. વી.એચ. પટેલની ક્લિનિક અને જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેથી કામદારો થશે જે વોર્ડ નં. 4, 10, 6 અને 9ના સમગ્ર વિસ્તારના માર્ગો ઉપર સાફ સફાઇ કરશે. ઉપપ્રમુખ સુશિલાબેન આચાર્યે કહ્યું હતું કે, તમામ શાળાના વિસ્તારો ચોખ્ખા કરાશે.

ભુજના અગિયારે અગિયાર વોર્ડમાં ક્રમશ: 3 દિવસ સુધી માર્ગ પર જોવા મળશે કામદારો

અન્ય સમાચારો પણ છે...