તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇદના દિવસે પોલીસે કતલ પૂર્વે 40 ગાયોને છોડાવી

ઇદના દિવસે પોલીસે કતલ પૂર્વે 40 ગાયોને છોડાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારમાં નાના પૈયા સમરી અને દિનારા વચ્ચે સીમાડામાં બકરી ઈદ નિમિત્તે ગાયોને કતલ કરવા માટે રાખવામાં આવી હોવાની પૂર્વ બાતમી પશ્ચિમ કચ્છ પોલીસવડાને મળતાં પોલીસ કાફલો વિસ્તારોમાં ઉતારી રાતભર સર્ચ ઓપરેશન કરી કતલ પૂર્વે 40 ગાયોને બચાવી લેવાઇ હતી અને બે શખ્સોને હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના નાના પૈયા ગામથી સીમરી દિનારા વિસ્તારમાં મંગળવારે બકરી ઈદ નિમિત્તે ગાયોને હત્યા કરવાની હોવાની પશ્ચિમ કચ્છ એસ.પી. મકરંદ ચૌહાણને મળેલી સચોટ બાતમીને આધારે એસ.પી.એ એલસીબી, એસઓજી, શહેર ડિવિઝન પોલીસ તથા ખાવડા પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ ટી.એ. ગઢવીને સતર્ક કરી દીધા હતા.

પોલીસની 20 જણની ટુકડીઓ સમય સૂચકતા દાખવી તાબડતોબ સ્થળ પર પહોંચી ગઇ અને રાત્રે 2 વાગ્યાથી સવારે 11 વાગ્યા દરમિયાન સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાયોની હત્યા કરી ગૌમાંસની મિજબાની માણે તે પહેલાં બે શખ્સોને પકડી પાડ્યા હતા અને 40 ગાયોની હત્યા થાય તે પહેલાં બચાવી લીધી હતી.

નાના પૈયા ગામના જુસબ સાલા સમા (ઉ.વ.25) તથા રહેમતુલ્લાહ ઈશાક સમા (ઉ.વ.28)ને કતલ કરવાના સાધનો છરી તથા દોરડાઓ સાથે પકડી પાડ્યા હતા. જીવહત્યાનો કોઈ બનાવ બનતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી ધરપડક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પચ્છમના નાના પૈયા સમરી અને દિનારાની સીમમાં ગાયોને કતલ માટે જંગલમાં જાય તે માટે એક વાડ બાંધી હતી. બીજી તસવીરમાં આરોપી.

પકડાયેલા આરોપી

ગાયો પસાર થાય માટે પોલીસે રીતે રાખી વોચ

રાતભર ઓપરેશન હાથ ધરી બે શખ્સોને સાધનો સાથે ઝડપી પાડ્યા

સરહદી પચ્છમના પૈયા, સીમરી અને દિનારામાં

અન્ય સમાચારો પણ છે...