તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે જિલ્લામાં ગુરુપૂર્ણિમા ભક્તિભાવ સાથે ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જિલ્લામાં ગુરુપૂર્ણિમા ભક્તિભાવ સાથે ઉજવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્કંધપૂરાણમાંલખ્યું છે કે, ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર અને ‘રુ’ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનારો પ્રકાશ. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારાને ગુરુ કહેવાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂનમને ગુરૂ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. જિલ્લાભરમાં પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ સન્માન સહિતના કાર્યક્રમોની ઉજવણી થનારી છે.

પ્રાચીન કાળમાં જ્યારે વિદ્યાર્થીઓ આશ્રમમાં રહીને વિદ્યા અભ્યાસ કરતા ત્યારે મંગળવારે ગુરુનું પૂજન કરી પોતાના શક્તિ સામર્થ મુજબ ગુરુને દક્ષિણા આપી અને તેમનું પૂજન કરતા હતા. ચારેય વેદના પ્રથમ વ્યાખ્યાતા વ્યાસઋષિ હતા. વેદનું પ્રથમ જ્ઞાન આપનારા વ્યાસ હતાતેથી તેમને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે. તેમને આદ્યગુરુ પણ માનવામાં આવે છે. ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય જ્ઞાન મેળવી શકે છે. માતા, ગુરુ અને શિક્ષક જીવન ઘડતરમાં અનેરો ફાળો આપે છે. માતા લાલન પાલન અને સંસ્કાર આપે છે. ગુરુ જીવન મંત્ર અને આશીર્વાદ આપે છે.

ભુજમાં ત્રિમંદિર, આર્ટ ઓફ લિવિંગ, અલખ ધનંજય આશ્રમ, સાંઇબાબા મંદિર, હાટકેશ અંબિકા મંડળ, હાટકેશ સેવા મંડળ તથા માધાપરમાં ગાયત્રી શક્તિપીઠ અને સમર્પણ આશ્રમ પુનડી ગાંધીધામમાં નારાયણેશ્વર મહાદેવ, રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, નમ શિવાય ટ્રસ્ટ દ્વારા રામચંદ્ર ડોંગરેજી મહારાજની પાદૂકા પૂજન ખાતે ગુરુપૂજન સાથે ભાવિકો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુપૂર્ણિમા ઉજવશે. ગુરુ પાદૂકાપૂજન, ગુરુ સ્ત્રોત્રનું પઠન, યજ્ઞો, દાન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો